ગુજરાત રાજ્યનું પ્રથમ પેપરલેસ બજેટ આજે રજૂ કરવામાં આવી રહ્યું છે. જેમાં નાણાકીય વર્ષ 2021-22 નું બજેટ ઓનલાઇન જોઇ શકાશે. કેન્દ્ર સરકારનાં પેપરલેસ બજેટ બાદ ગુજરાત સરકારે પણ આ રીતે બજેટ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઇએ કે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ 9મી વખત બજેટ રજૂ કરશે. વળી આ બજેટ દરમિયાન 120 ધારાસભ્યો ગૃહમાં હાજર હશે.
આ પણ વાંચો- શું તમે જાણો છો વર્ષ 2021-2022 માટે રજૂ કરાયેલા બજેટના પૈસા ક્યાંથી આવશે?
- વિકાસ થાય સુખ શાંતિ સલામતી મળી રહે એ પ્રમાણેનું બજેટ રજુ કરીશુ
- આજે વિધાનસભામાં 2021-22 નું બજેટ રજુ કરશે
- હું જે રકમ જાહેર કરીશ તેનાથી દરેક વર્ગને થશે લાભ
- ગઈ કાલે ચૂંટણીમાં ભાજપને મોટું સમર્થન મળ્યું
- અમારી જવાબદારી પ્રજા પ્રત્યે વધુ સારા કામ કરીશુ
- જવાબદારી અમારી વધી છે
- બજેટના માધ્યમ થી લોકો સુધી વધુ રાહત આપીશુ
- કોરોના કાળ બાદ આરોગ્ય વિભાગની કામગીરી વધી છે તેને વિકસાવવામાં આવશે
- આત્મનિર્ભર ભારતની જેમ અમે આત્મનિર્ભર ગુજરાતનું પેકેજ આપ્યું છે
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પહેલુ રાજ્ય છે જ્યા મોબાઇલ એપ પર બજેટ મુકાશે જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તમામ દસ્તાવેજ ઉપલબ્ધ હશે. લોકો એપ્લિકેશનમાં બજેટને લઇ તમામ વિગતો જોઇ શકશે તથા એપ્લિકેશનમાં ગત વર્ષના બજેટના દસ્તાવેજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટ એપ.માં 26 વિભાગના પ્રકાશન મુકવામાં આવશે. આપને જણાવી દઇએ કે, ગત વર્ષે રાજ્યનું બજેટ 2.17 લાખ કરોડ હતું, તેની સામે આ વખતે અઢી લાખ કરોડનું બજેટનું કદ હોવાની શક્યતા છે. બજેટમાં આરોગ્ય પર ભાર મૂકવામાં આવશે. તો સાથે જ આરોગ્યની માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકાશે. નાના અને મધ્યમ ઊદ્યોગો અને આત્મનિર્ભર ભારત પર રાજ્ય સરકાર ભાર મૂકશે. કોરોના કાળમાં કથળેલી શિક્ષણ વ્યવસ્થા અંગે પણ જાહેરાત થાય તેવી શક્યતા છે.