Not Set/ નવસારીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ફાયરિંગ

નવસારી, નવસારી સુરત રોડ ઉપર કસબા વિરાવળ ગામ નજીક દારૂનું ખૂબ મોટાપાયે વેચાણ થઇ રહયું હોવાની મળેલી બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સે રેડ કરતાં મામલો બિચકયો હતો. જેમાં પોલીસને એકથી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.જેમાં એક યુવાનને બરડાના ભાગમાં ગોળી વાગતાં સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમીં ખસેડવામાં આવ્યો હતો.યુવાનની હાલત ગંભીર છે. નવસારી સુરત […]

Gujarat Others Trending
mantavya 1 91 નવસારીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ફાયરિંગ

નવસારી,

નવસારી સુરત રોડ ઉપર કસબા વિરાવળ ગામ નજીક દારૂનું ખૂબ મોટાપાયે વેચાણ થઇ રહયું હોવાની મળેલી બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સે રેડ કરતાં મામલો બિચકયો હતો. જેમાં પોલીસને એકથી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.જેમાં એક યુવાનને બરડાના ભાગમાં ગોળી વાગતાં સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમીં ખસેડવામાં આવ્યો હતો.યુવાનની હાલત ગંભીર છે.

mantavya 1 92 નવસારીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ફાયરિંગ

નવસારી સુરત રોડ ઉપર બુટલેગર ઉપર ફાયરિંગ કરવાની ઘટના બની છે. સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા આજે મંગળવારે વહેલી સવારે દારૂની હેરાફેરી કરતા બુટલેગરોની ટોળકી ઉપર રેડ પાડી હતી.

mantavya 1 93 નવસારીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ફાયરિંગ

જોકે, પોલીસને જોતા બુટલેગરોએ હુમલો કર્યો હતો જેમાં સ્ટેટ વિજિલન્સના પીએસઆઇએ બુટલેગરો ઉપર આશરે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

mantavya 1 94 નવસારીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ફાયરિંગ

સ્થળ પરથી પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે, ફાયરિંગ બાબતે પોલીસનું કહેવું છે કે, બુટલેગરે દ્વારા હુમલો કરાતા સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.