તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર તેમજ આખા ગુજરાતમાં અસર પહોંચાડી છે. ભારે પવન અને વરસાદને કારણે ઘણી જગ્યાએ તબાહી મચાવી છે. ત્યારે ખેતીને પણ માઠી અસર પહોંચી છે. જેમાં જીવન જરૂરિ એવી શાકભાજીને પણ માઠી અસર પડી છે. વાવાઝોડા અને વરસાદને કારણે ખેતરોમાં ઉભા પાકને ભારે નુક્શાની થઈ છે. ત્યારે શકભાજીને પણ માઠી અસર પહોંચી છે. ત્યારે શાકભાજી યાર્ડમાં સૌરાષ્ટ્ર ભરમાંથી શાકભાજી હરરાજી માટે આવતા હોય છે. પરંતુ તાઉતે વાવાઝોડાને કારણે શાકભાજીની આવક અડધા કરતા પણ ઓછી થઈ જવા પામી છે. આવક ઓછી અને માંગ ઓછી હોવાને કારણે ભાવમાં પણ બે ગણો ઉછાળો આવ્યો છે. સાથેજ યાર્ડમાં ફક્ત શાકભાજીનું વેચાણ શરૂ છે.
તાઉતે વાવાઝોડાંને કારણે ઉનાળુ પાક તલ, બાજરી, મગ, અડદ સાહિતને નુકશાન થયું છે . ઓછી આવકને કારણે યાર્ડમાં શકભાજીની હરરાજી કરવામાં આવી ન હતી. ફક્ત થડા સંચાલકો દ્વારા શાકભાજી વેચવામાં આવી હતી. જોકે ગ્રાહકો પણ નહિવત જોવા મમળ્યા હતા. તાઉતે વાવાઝોડાને કારણે શકભાજીને પણ મોટું નુકસાન થાયુ છે. ગીર પંથકમાં કેરીનો પાક પણ મોટા પ્રમાણમાં ખરી પડ્યો છે. આવક ઓછી થવાના કારણે ભાવમાં બે ગણો વધારો આવ્યો છે.