Not Set/ ગાંગુલીએ બોર્ડને લખ્યો પત્ર, કહ્યું, “BCCI અને ભારતીય ક્રિકેટની છબી થઇ રહી છે ખરાબ”

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ સૌરવ ગાંગુલી દ્વારા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને COAને સબંધિત એક પત્ર લખ્યો છે. BCCI કાર્યકારી અધ્યક્ષ સી કે ખન્ના સહિતના બોર્ડના ટોચના અધિકારીઓને પાઠવવામાં આવેલા પત્રમાં ગાંગુલીએ જણાવ્યું છે કે, “BCCI અને ભારતીય ક્રિકેટની છબી ખરાબ થઇ રહી છે”. Former cricketer and Cricket […]

Trending Sports
ganguly bcci ગાંગુલીએ બોર્ડને લખ્યો પત્ર, કહ્યું, "BCCI અને ભારતીય ક્રિકેટની છબી થઇ રહી છે ખરાબ"

નવી દિલ્હી,

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ સૌરવ ગાંગુલી દ્વારા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને COAને સબંધિત એક પત્ર લખ્યો છે. BCCI કાર્યકારી અધ્યક્ષ સી કે ખન્ના સહિતના બોર્ડના ટોચના અધિકારીઓને પાઠવવામાં આવેલા પત્રમાં ગાંગુલીએ જણાવ્યું છે કે, “BCCI અને ભારતીય ક્રિકેટની છબી ખરાબ થઇ રહી છે”.

આ ઉપરાંત ભારતીય ટીમમાં દાદા તરીકે ઓળખાતા ગાંગુલીએ પોતાના પત્રમાં નામ લીધા વગર યૌન ઉત્પીડનના આરોપોમાં ફસાયેલા રાહુલ જૌહરીનો પણ ઉલ્લેખ કર્યો છે.

સૌરવ ગાંગુલીએ પોતાના પત્રમાં કહ્યું, “હું તમને આ પત્ર ડરની સાથે ખુબ જ ઉંડી ભાવના સાથે લખી રહ્યો છું. ભારતીય ક્રિકેટ પ્રશાસન કઈ દિશામાં જઈ રહ્યું છે. મેચ હારતા અકે જીતતા હું એ ઘણું ક્રિકેટ રમ્યું છે અને હંમેશાથી ભારતીય ક્રિકેટની છબી અમારા માટે સૌથી મહત્વપૂર્ણ રહી છે”.

BCCI Ganguly ગાંગુલીએ બોર્ડને લખ્યો પત્ર, કહ્યું, "BCCI અને ભારતીય ક્રિકેટની છબી થઇ રહી છે ખરાબ"
sports-sourav-ganguly-writes-bcci-over-coa-sexual-harassment-allegations-against-rahul-johri

પોતાના પત્રમાં ક્રિકેટ બોર્ડ અહે ચ ચિંતા વ્યક્ત કરતા કહ્યું, “અમે હંમેશાથી જોતા આવ્યા છે કે, ક્રિકેટમાં કોઈ ને કોઈ મુદ્દો સામે આવી રહ્યો છે. આ એક ખુબ જ ચિંતાજનક છે. હું આ બતાવવા ઈચ્છું છું કે, છેલ્લા કેટલાક વર્ષનો જે સમય પસાર થયો છે એમાં દુનિયાની માટે ભારતીય ક્રિકેટનો દબદબો અને લાખો ફેંસનો પ્રેમ તેમજ ભરોષો ગુમાવ્યો છે”.

તેઓએ આગળ લખ્યું, “મને આ ખબર નથી કે આ વાતમાં કેટલું તથ્ય છે, પરંતુ હાલમાં સામે આવેલી યૌન ઉત્પીડનના આરોપોને લઈ BCCIની છબી ખુબ ખરાબ થઇ છે”. COAની સંખ્યા ચારથી ઘટીને ૨ રહી ગઈ છે અને હવે લાગે છે કે, આ બે પણ વહેચાયેલા છે. સત્રની વચ્ચે જ ક્રિકેટ સાથેના નિયમો બદલ આપવામાં આવે છે જે આજથી પહેલા ક્યારેય થયું નથી”.