Not Set/ રહસ્ય ! જાણો, કુંભ મેળો સમાપ્ત થવાની સાથે ક્યાં ગુમ થઇ જાય છે નાગા બાવાઓ

પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આધ્યાત્મિક અને આસ્થાનું એક પ્રતિક એવા કુંભમેળાની ૧૫મી જાન્યુઆરીની શરૂઆત થઇ ગઈ છે. આ મેળાની શરૂઆત થવાની સાથે જ અચાનક નાગા સાધુઓની એન્ટ્રીની શરૂઆત થતી હિય છે. આ દરમિયાન તેઓ પોતાના શરીર પર ભસ્મને લગાડતા હોય છે અને આ મહાપર્વનું સૌથી મોટું આકર્ષણ હોય છે. જો કે નાગા સાધુઓને લઇ એક રહસ્ય […]

Top Stories India Trending
article 2677018 1F4F06C700000578 રહસ્ય ! જાણો, કુંભ મેળો સમાપ્ત થવાની સાથે ક્યાં ગુમ થઇ જાય છે નાગા બાવાઓ

પ્રયાગરાજ,

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આધ્યાત્મિક અને આસ્થાનું એક પ્રતિક એવા કુંભમેળાની ૧૫મી જાન્યુઆરીની શરૂઆત થઇ ગઈ છે. આ મેળાની શરૂઆત થવાની સાથે જ અચાનક નાગા સાધુઓની એન્ટ્રીની શરૂઆત થતી હિય છે.

આ દરમિયાન તેઓ પોતાના શરીર પર ભસ્મને લગાડતા હોય છે અને આ મહાપર્વનું સૌથી મોટું આકર્ષણ હોય છે.

rajim Mahakumbh 2017 રહસ્ય ! જાણો, કુંભ મેળો સમાપ્ત થવાની સાથે ક્યાં ગુમ થઇ જાય છે નાગા બાવાઓ
national-kumbh-2019-facts-about-naagas-sadhu-living-place-before-and-after-kumbh

જો કે નાગા સાધુઓને લઇ એક રહસ્ય હોય છે કે તેઓ માત્ર કુંભ દરમિયાન જ નજર આવે છે અને ત્યારબાદ અચાનક જ ગાયબ થઇ જતા હોય છે અને તેને લઈ લોકોમાં એક સસ્પેન્સ ઉભું થાય છે કે માત્ર કુંભમાંજ જોવા મળતા નાગા સાધુઓ આખરે જાય છે ક્યાં ?

૧. પોતાની સાધનામાં રહે છે લીન

10 naga sadhu akhada names in khumb mela 856 રહસ્ય ! જાણો, કુંભ મેળો સમાપ્ત થવાની સાથે ક્યાં ગુમ થઇ જાય છે નાગા બાવાઓ
national-kumbh-2019-facts-about-naagas-sadhu-living-place-before-and-after-kumbh

આ અંગે જણાવતા મહેશાનંદ ગિરી જણાવે છે કે, કુંભ પછી કેટલાક નાગા લોકો પોતાની સાધના માટે કંદરાઓમાં ચાલ્યા જાય છે, જયારે કેટલાક પોતાના અખાડામાં ચાલ્યા જાય છે.

જયારે કેટલાક યુવા નાગા બાવાઓ સમજમાં દિગંબર (વસ્ત્ર વિનાના) રૂપમાં લોકોને ધર્મ અને આધ્યાત્મ સાથે જોડવા માટે લાગી જાય છે.

૨. નિવાસસ્થાનના હિસાબથી મળે છે ઉપાધિ

Getty રહસ્ય ! જાણો, કુંભ મેળો સમાપ્ત થવાની સાથે ક્યાં ગુમ થઇ જાય છે નાગા બાવાઓ
national-kumbh-2019-facts-about-naagas-sadhu-living-place-before-and-after-kumbh

પર્વતો પર રહેનારા નાગાઓમાં ગિરી. નગરોમાં ભ્રમણ કરનારા લોકોમાં પુરી, જંગલોમાં વિચરણ કરનારાઓને અરણ્ય, વધુ ભણેલાઓને સરસ્વતી અને ભારતીનું ઉપનામ આપવામાં આવે છે. આ જ પ્રકારે નાગોમાં કુટીચક, બહુદક, હંસ અને સૌથી મોટા પરમહંસ પદ હોય છે.

૩. કોણ બની શકે છે નાગા સાધુ ?

નાગા બનવા માટે આમ તો કોઈ શિક્ષણ કે ઉંમરની કોઈ લિમીટ હોતી નથી. નવા નાગાઓની દીક્ષા પ્રયાગ, નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈનના કુંભમાં થાય છે. પ્રયાગમાં દીક્ષા મેળવનારા નાગાઓને રાજરાજેશ્વર, ઉજ્જૈનમાં દીક્ષા મેળવનારા ખૂની નાગા, હરિદ્વારમાં દીક્ષા મેળવનારાઓને બર્ફાની નાગા અને નાસિકમાં દીક્ષા મેળવનારાઓને ખિચડીયા નાગા કહેવાય છે.