Not Set/ હારિજને જાહેર કરાયો હતો અછતગ્રસ્ત તાલુકો, 90 ટકા પશુપાલકોને નથી મળ્યુ ઘાસ

હારિજ સરકારે અછતગ્રસ્ત તાલુકાના પશુપાલકો ઘાસ વિતરણ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હારિજ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. આમછતા હારિજ તાલુકાના પશુપાલકોને માત્ર 10 ટકા જ ઘાસ વિતરણ કરવામાં આવ્યુ છે. એક માસમાં 3 લાખ કિલોની સામે માત્ર 60 હજાર કિલો ઘાસ વિતરણ કરવામાં આવ્યુ છે. જેના કારણે પશુપાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. […]

Gujarat Others Videos
mantavya 327 હારિજને જાહેર કરાયો હતો અછતગ્રસ્ત તાલુકો, 90 ટકા પશુપાલકોને નથી મળ્યુ ઘાસ

હારિજ

સરકારે અછતગ્રસ્ત તાલુકાના પશુપાલકો ઘાસ વિતરણ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હારિજ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. આમછતા હારિજ તાલુકાના પશુપાલકોને માત્ર 10 ટકા જ ઘાસ વિતરણ કરવામાં આવ્યુ છે.

એક માસમાં 3 લાખ કિલોની સામે માત્ર 60 હજાર કિલો ઘાસ વિતરણ કરવામાં આવ્યુ છે. જેના કારણે પશુપાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. પશુપાલકો ઘાસ માટે ઘાસડેપોએ જઇ ધક્કા ખાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 1 ડિસેમ્બરથી ઘાસ વિતરણ શરૂ કરાયુ છે. તાલુકામાં આઠ હજાર ઘાસકાર્ડ વિતરણ કરાયા છે. પરંતુ હજુ સુધી 90 ટકા પશુપાલકોને ઘાસ મળ્યુ નથી. પાટણ જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતુ કે  જે સહાય આપવા પાત્ર છે તે સંદર્ભે જિલ્લા પંચાયત તરફથી કાર્યવાહી કરવામાં આવી છે.