Not Set/ પ્રથમ શાહી સ્નાન પહેલા જ દિગંબર અખાડામાં લાગી આગ, એક ડઝન જેટલા ટેન્ટ બળીને થયા ખાખ

પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આયોજિત એવા કુંભમેળાના પહેલા શાહી સ્નાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે આ પહેલા જ એક મોટી  ઘટના સામે આવી છે. સોમવારે સવારે કુંભમેળામાં બનાવવામાં આવેલા દિગંબર અખાડાના ટેન્ટમાં આગ લાગી છે. આ આગ એટલી ભીષણ હતી કે ગણતરીની મિનિટમાં જ એક ડજન જેટલા ટેન્ટમાં ફેલાઈ ગઈ હતી. Prayagraj: Fire […]

Top Stories India Trending
kunbh 2019 પ્રથમ શાહી સ્નાન પહેલા જ દિગંબર અખાડામાં લાગી આગ, એક ડઝન જેટલા ટેન્ટ બળીને થયા ખાખ

પ્રયાગરાજ,

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આયોજિત એવા કુંભમેળાના પહેલા શાહી સ્નાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે આ પહેલા જ એક મોટી  ઘટના સામે આવી છે.

સોમવારે સવારે કુંભમેળામાં બનાવવામાં આવેલા દિગંબર અખાડાના ટેન્ટમાં આગ લાગી છે. આ આગ એટલી ભીષણ હતી કે ગણતરીની મિનિટમાં જ એક ડજન જેટલા ટેન્ટમાં ફેલાઈ ગઈ હતી.

બીજી બાજુ આગ લાગવાની ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી છે. જો કે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઇ હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી.

સુત્રોના જણાવ્યા મુજબ, આ આગ ગેસ સિલીન્ડરમાં થયેલા બ્લાસ્ટના કારણે લાગી છે, પરંતુ આ વાતની કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી.

અત્રે ઉલ્લેખનીય ચકે,૧૫ જાન્યુઆરી મંગળવારથી કુંભમેળાની શરૂઆત થઇ રહી છે અને કુંભનું પ્રથમ સ્નાન પણ યોજવાનું છે. જેમાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહેવાના છે.