Not Set/ #Covid19/ મુંબઈમાં કોરોનાથી સંક્રમિત હેડ કોન્સ્ટેબલનું મોત, CM ઠાકરેએ શોક વ્યક્ત કર્યો

ભારતમાં કોરોના વાયરસનો સૌથી મોટા હોટસ્પોટ મહારાષ્ટ્રમાં ચેપગ્રસ્ત દર્દીઓનાં મોતનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. રવિવારે, 52 વર્ષીય કોરોના પીડિત હેડ કોન્સ્ટેબલ સંદીપ સુર્વેનું મુંબઇમાં નિધન થયું હતું. મુંબઈ પોલીસે એક ટ્વિટ દ્વારા કહ્યું કે, તે ઘણા દિવસોથી કોરોના વાયરસ સામે જીવનની લડત લડી રહ્યા હતા. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ આ કોન્સ્ટેબલનાં મોત પર […]

India
00462f65a5942fcdf73467b0455fad43 1 #Covid19/ મુંબઈમાં કોરોનાથી સંક્રમિત હેડ કોન્સ્ટેબલનું મોત, CM ઠાકરેએ શોક વ્યક્ત કર્યો
00462f65a5942fcdf73467b0455fad43 1 #Covid19/ મુંબઈમાં કોરોનાથી સંક્રમિત હેડ કોન્સ્ટેબલનું મોત, CM ઠાકરેએ શોક વ્યક્ત કર્યો

ભારતમાં કોરોના વાયરસનો સૌથી મોટા હોટસ્પોટ મહારાષ્ટ્રમાં ચેપગ્રસ્ત દર્દીઓનાં મોતનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. રવિવારે, 52 વર્ષીય કોરોના પીડિત હેડ કોન્સ્ટેબલ સંદીપ સુર્વેનું મુંબઇમાં નિધન થયું હતું. મુંબઈ પોલીસે એક ટ્વિટ દ્વારા કહ્યું કે, તે ઘણા દિવસોથી કોરોના વાયરસ સામે જીવનની લડત લડી રહ્યા હતા. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ આ કોન્સ્ટેબલનાં મોત પર શોક વ્યક્ત કર્યો છે.

આપને જણાવી દઇએ કે, દેશનાં નાણાંકીય રાજધાનીમાં આ ચેપ ઝડપથી ફેલાયો છે, ફક્ત એકલા મુંબઇમાં 3,000 થી વધુ દર્દીઓ મળી આવ્યા છે. કોરોના વાયરસનો ચેપ હવે પોલીસ વિભાગમાં પણ પહોંચી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યનાં 15 અધિકારીઓ સહિત 96 પોલીસકર્મીઓને કોરોના ચેપે પોતાની ઝપટમાં લીધા છે. આપને જણાવી દઇએ કે, મુંબઈ પોલીસમાં કોરોના વાયરસથી થતી આ બીજી મોત છે આ પહેલા શનિવારે મુંબઇની ખાનગી હોસ્પિટલમાં 57 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલનું મોત થઇ ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.