Entertentment/ કપૂર પરિવાર સાથે જોડાઈને સંયુક્ત પરિવારની સંસ્કૃતિના અનુભવથી ખુશ છે આલિયા ભટ્ટ, કોફી વીથ કરણમાં કહી સીક્રેટ વાત

બોલીવુડની સ્ટાર અભિનેત્રી આલિયા ભટ્ટ હવે કપૂર પરિવારનો અભિન્ન અંગ બની ગઈ છે. રણબીર કપૂર સાથે લગ્ન કરીને તેણે તેમના સંબંધોને એક નામ આપ્યું છે

Trending Entertainment
7 1 5 કપૂર પરિવાર સાથે જોડાઈને સંયુક્ત પરિવારની સંસ્કૃતિના અનુભવથી ખુશ છે આલિયા ભટ્ટ, કોફી વીથ કરણમાં કહી સીક્રેટ વાત

બોલીવુડની સ્ટાર અભિનેત્રી આલિયા ભટ્ટ હવે કપૂર પરિવારનો અભિન્ન અંગ બની ગઈ છે. રણબીર કપૂર સાથે લગ્ન કરીને તેણે તેમના સંબંધોને એક નામ આપ્યું છે. એપ્રિલમાં બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા અને હવે આલિયા માતા બનવા જઈ રહી છે. ત્યારે આલિયા કપૂર પરિવારનો ભાગ બનીને ખૂબ જ ખુશ છે તે એક ન્યુક્લિયર ફેમિલી હોવાથી તેને આ સંયુક્ત પરિવારમાં આવીને એક અલગ જ અનુભવ મળી રહ્યો છે.

7 1 7 કપૂર પરિવાર સાથે જોડાઈને સંયુક્ત પરિવારની સંસ્કૃતિના અનુભવથી ખુશ છે આલિયા ભટ્ટ, કોફી વીથ કરણમાં કહી સીક્રેટ વાત

કોફી વિથ કરણ સીઝન સેવન 7મી જુલાઈથી શરૂ થઈ રહી છે જેમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ પ્રથમ મહેમાન હશે. બંને પ્રોફેશનલ લાઈફ પર વાત કરતા જોવા મળશે પરંતુ આ સાથે આલિયા તેના લગ્ન પછીના અનુભવો પણ શેર કરતી જોવા મળશે. આલિયા ખાસ કરીને કપૂર પરિવારમાં કેવો અનુભવ કરી રહી છે તેના પર ખુલ્લેઆમ તેના વિચારો વ્યક્ત કરતી જોવા મળશે.

7 1 6 કપૂર પરિવાર સાથે જોડાઈને સંયુક્ત પરિવારની સંસ્કૃતિના અનુભવથી ખુશ છે આલિયા ભટ્ટ, કોફી વીથ કરણમાં કહી સીક્રેટ વાત

આ શોમાં આલિયા ભટ્ટ કહેતી જોવા મળશે કે મારા પરિવારમાં વસ્તુઓ મર્યાદિત હતી. મારો ઉછેર માતા-પિતા અને બહેન વચ્ચે થયો છે. અમે નજીક હતા પરંતુ તે એક નાનું અને વિભક્ત કુટુંબ હતું. પરંતુ કપૂર પરિવાર ઘણો મોટો પરિવાર છે. અહીં લોકો એક સાથે ભોજન કરે છે, સાથે મળીને આરતી કરે છે જે ખૂબ જ સુંદર બાબત છે અને આ પરિવારના કારણે હું મારી સંસ્કૃતિ અને પરિવારના સંયુક્ત કુટુંબના અનુભવોમાંથી પસાર થઈ રહ્યો છું, જે એક નવો અનુભવ છે.

Instagram will load in the frontend.

નોંધનીય છે કે લગ્નના અઢી મહિના બાદ આલિયાએ સારા સમાચાર આપ્યા  છે. આલિયા અને રણબીર ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. વિલંબ કર્યા વિના અને કોઈ પણ સંકોચ કર્યા વિના, આલિયાએ આ ખુશખબર પોતે ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને બધાને ચોંકાવી દીધા. જેના કારણે ભટ્ટ પરિવાર અને કપૂર પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.