Not Set/ ગુજરાતનું એક એવું ગામ જ્યાં હોળી પ્રગટાવવાની મનાઈ છે

ગુજરાત અને રાજસ્થાન માં હોળી નો તહેવાર ખૂબ જ ધૂમધામ થી ઉજવવામાં આવે છે. લોકો એકબીજા પર રંગ નાખી ને આ તહેવાર ની ઉજવણી કરતા હોય છે. લોકો સાંજે એકઠા થઇ ને હોલિકા નું દહન કરતા હોય છે. ભારે ઉત્સાહ થી આ તહેવાર ની ઉજવણી કરવામાં આવતી હોય છે. પણ ગુજરાતના બનાસકાંઠા નું એક એવું […]

Gujarat Others Navratri 2022
Holika Dahan ગુજરાતનું એક એવું ગામ જ્યાં હોળી પ્રગટાવવાની મનાઈ છે
ગુજરાત અને રાજસ્થાન માં હોળી નો તહેવાર ખૂબ જ ધૂમધામ થી ઉજવવામાં આવે છે. લોકો એકબીજા પર રંગ નાખી ને આ તહેવાર ની ઉજવણી કરતા હોય છે. લોકો સાંજે એકઠા થઇ ને હોલિકા નું દહન કરતા હોય છે. ભારે ઉત્સાહ થી આ તહેવાર ની ઉજવણી કરવામાં આવતી હોય છે. પણ ગુજરાતના બનાસકાંઠા નું એક એવું ગામ છે. જ્યાં વર્ષો થી આ તહેવાર ની ઉજવણી કરવામાં આવતી નથી આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ …જ્યાં વર્ષો થી હોળી પ્રગટાવવા ની મનાઈ છે ….
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ રામસન ગામ જ્યાં વર્ષો થી ગામલોકો આ તહેવાર થી દુર રહે છે. આ ગામ નો ભૂતકાળ દંત કથા સાથે સંકળાયેલ છે. વર્ષો પહેલા આ ગામ દરબારી ગામ તરીકે ઓળખાતું ગામ હતું, અહીંયા રજવાડું હતું. ગામ ભારે જાહોજલાલી ધરાવતું હતું.  જો વાત કરવામાં આવે આ ગામ ની તો ભગવાન રામચંદ્ર દ્રારા આ ગામ ની સ્થપનાં થયેલી હતી. પહેલા આ ગામ રામાવટી નગરી તરીકે ઓળખાતું હતું. ભગવાનને ગામ લોકોએ વચન આપ્યું હતું કે, આ ગામમાં હોળી પ્રગટાવવામાં નહીં આવે જે વચન નિભવવા આજે પણ આ ગામમાં હોળી દહન કરવામાં આવતું નથી.
આજ થી લગભગ 200 વર્ષો પહેલા થી જ આ ગામ હોલિકા નું દહન કરતું નથી.  સમય જતાં ગામલોકોએ હોલિકા નું દહન કરવાનો પ્રયાસ પણ કરેલો હતો. જો ગામલોકો ની વાત માનીએ તો આ પ્રયાસ પછી ગામમાં આગ લાગી ગઈ હતી. જે ઘટના પછી આજ દિન સુધી ગામ આ તહેવાર ની ઉજવણી કરતું નથી. આ ગામ માં ભગવાન રમેશ્વર નું એક ભવ્ય મંદિર પણ આવેલું છે. ગામ માં રહેતા સર્વ ધર્મ ના લોકો આ દિવસે હળીમળી ને રહે છે. ખજૂર પતાશા અને ગોળ વેચી ને આ તહેવાર ની ઉજવણી કરી રહ્યા છે અને ભગવાન ને આપેલા પૂર્વજોએ વચનનો પાલન કરતા જોવા મળી રહ્યા છે
રામસન ગામ માં બીજી એક દંતકથા પણ છે કોઈ સાધુએ આ ગામ ને શ્રાપ આપેલો છે. જેના થી આ ગામ માં હોલિકા નું દહન કરવામાં આવતું નથી.  આ બન્ને દંત કથા ના આધારે આ ગામ ના લોકો હોળી જેવા તહેવાર થી દુર રહી ને ધુળેટી નો તહેવાર ધૂમધામ થી ઉજવે છે. રામસ ન ગામ ખૂબ જ જૂનું ગામ છે જેથી આવી કોઈ પણ દંત કથા થી ઇનકાર કરી શકાય નહીં  કહેવાય છે ને જો વાત હોય શ્રદ્ધા ની તો પુરાવવાની ક્યાં જરૂર છે
આમ સમગ્ર દેશ જયારે હોળી નો તહેવાર ઉજવી રહયો છે ત્યારે બનાસકાંઠા ના રામસન ગામ ના લોકોએ આપેલા વચન નિભવવા માટે આજે પણ હોલિકા દહન થી દુર રહે છે રામસન ગામ જૂનો ઇતિહાસ ધરાવતું ગામ હોવાથી આવી કોઈ પણ દંત કથા થી મોહ પણ ફેરવી શકાય નહીં રામસન ગામ ના લોકો એ આજે પણ ભૂતકાળ થી ચાલી આવતી રીતિ નીતિ અને રિવાજો ને ભવિસ્ય માં પણ જાળવી રાખવા સક્ષમ દેખાઈ રહ્યું છે