હવામાન વિભાગ/ આગામી ચાર દિવસ આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઈ

આ સિસ્ટમની અસરને પગલે મોંડી સાંજે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલ્ટો આવવાની સાથે હળવો વરસાદ નોંધાયો હતો

Gujarat Others
Untitled 230 આગામી ચાર દિવસ આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઈ

ગુજરાતમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. હવે માત્ર આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનીઆગાહી છે. એવામાં નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ પરથી વરસાદનું વિધ્ન ચોક્કસ દુર થશે અને નવરાત્રી દરમિયાન શેરી ગરબામાં ખેલૈયાઓ મનમુકીને રમી શકશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ના અહેવાલ મુજબ સૌરાષ્ટ્રમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં સરેરાશ કરતાં 130 ટકા વધુ વરસાદ થયો છે.સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી.

આ પણ વાંચો :ભુજ / લગ્નનો વાયદો કરી કોન્સ્ટેબલે મહિલા પોલીસકર્મી સાથે અલગ-અલગ જગ્યાએ આચર્યું દુષ્કર્મ

આ સિસ્ટમની અસરને પગલે મોંડી સાંજે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલ્ટો આવવાની સાથે હળવો વરસાદ નોંધાયો હતો. આ પ્રકારનું વાતાવરણ આગામી તા. 11મી સુધી રહેવાની શકયતા છે.કાએક વાતાવરણમાં બદલાવ થતાં ઠંડા પવન શરૂ થયા હતા.

અગાઉ જ હવામાન વિભાગે દરિયામાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. ગાજવીજ સાથે 30-40 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, હજી પણ આગામી 3 દિવસ વરસાદ આવવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ખેલૈયાઓની મજા બગડે તેવી શક્યતા છે.

આ પણ વાંચો ;વધુ એક સંકટ / તહેવારોની સીઝનમાં દેશમાં આવી શકે છે ભારે વીજળી સંકટ, આવી શકે છે મોંઘુ લાઇટ બિલ