Dang/ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, આટલા આગેવાનો જોડાયા ભાજપમાં …

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, આટલા આગેવાનો જોડાયા ભાજપમાં …

Top Stories Gujarat Others
shiv ji 11 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, આટલા આગેવાનો જોડાયા ભાજપમાં ...

@ઋષ્યંત શર્મા, ડાંગ 

ડાંગ ના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયા બાદ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે. હવે ટુંકસમયમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી એકવાર મંગળ ગાવીતની આગેવાનીમાં ડાંગ કોંગ્રેસના ૨૫ થી વધુ આગેવાનો ૧૦૦ જેટલા કાર્યકરો સાથે ભાજમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડયો છે.

વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે જેમાં માજી ધારાસભ્ય મંગળ ગાવીતે મોટી ભૂમિકા ભજવી હતી, હવે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી નજીક છે ત્યારે ફરી એકવાર મંગળગાવીતે કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે. ડાંગ જિલ્લા કોંગ્રેસના ચાણક્ય ગણાતા જિલ્લા પંચાયત પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ચંદર ગાવીત સહિત પંચાયતના સભ્યો અને અનેક સરપંચો મળી ૨૫ થી વધુ કોંગી આગેવાનોને સાથે રાખી મંગળ ગાવીતે મંત્રી ગણપત વસાવાના હાથે કેસરિયો ખેસ ધારણ કરાવી કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

આજરોજ આહવા ખાતે મંત્રી ગણપત વસાવના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ડાંગ જિલ્લા ભાજપની સંગઠન બેઠકમાં કોંગ્રેસના ૨૫ થી વધુ કોંગ્રેસના આગેવાનો તેમના ૧૦૦ જેટલા કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા, જેમાં જિલ્લા પંચાયત માજી બાંધકામ અધ્યક્ષ ચંદર ગાવીત પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય અને વિવિધ પંચાયતના સરપંચ અને ઉપસરપંચો મળી કુલ 25 થી વધુ જેટલા લોકોએ કૉંગ્રેસનો હાથ છોડી ભાજપનો સાથ પસંદ કરતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકશાન થવાની શક્યતા છે. મંત્રી ગણપત વસાવાએ વિધાનસભા પેટા ચૂંટણીમાં મળેલ ઐતિહાસિક જીતની જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયતની 18 અને તાલુકા પંચાયતની તમામ 48 બેઠકો ઉપર ભાજપની જીત નો દાવો કર્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…