Budget/ 1947 બાદ 73 વર્ષોમાં પહેલી વખત બજેટ છાપવામાં નહીં આવે, નાણામંત્રી સોફ્ટ કોપી વાંચશે

1947માં આઝાદી મેળવ્યા પછી પ્રથમ વખત બજેના દસ્તાવેજ પર કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. કોરોના સંક્રમણ ના ડર થી આ વખતે બજેટ 2020-21ના દસ્તાવેજને છાપવામાં આવી રહ્યા નથી. સરકારને

Top Stories India
1

1947માં આઝાદી મેળવ્યા પછી પ્રથમ વખત બજેના દસ્તાવેજ પર કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. કોરોના સંક્રમણ ના ડર થી આ વખતે બજેટ 2020-21ના દસ્તાવેજને છાપવામાં આવી રહ્યા નથી. સરકારને તેના માટે લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિની મંજૂરી મળી ગઈ છે. લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિની મંજૂરી મળ્યા બાદ તમામ સંસદ સભ્યોને આ વખતે બજેટના દસ્તાવેજોની સોફ્ટ કોપી ફાળવવામાં આવશે.

Budget 2020: Full text of Nirmala Sitharaman's budget speech

new strein / જાપાનમાં પણ કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રીથી હડકંપ,બ્રાઝિલથી…

એવામાં આ વખતે બજેટના દિવસે સંસદની બહાર દસ્તાવેજ પહોંચાડનાર ટ્રક પણ જોવા મળશે નહીં. કેન્દ્રીય બજેટનું છાપકામ માટે નાણા મંત્રાલયના પ્રિન્ટિંગ પ્રેસમાં કરવામાં આવે છે. નાણામંત્રાલયનું કહેવું હતું કે બજેટના દસ્તાવેજોના છાપકામ માટે સૌથી વધારે લોકોને બે હપ્તા સુધી એક જ જગ્યાએ રાખવામાં આવે છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકાર કેટલા લોકોને આટલા લાંબા સમય સુધી પ્રિન્ટિંગ પ્રેસમાં રાખી શકે નહીં.

Finance Minister Nirmala Sitharaman Arrives In Parliament To Present First  Budget Of New Decade - BW Businessworld

Vaccine / આજે કોરોના વેક્સિનની ગુજરાતમાં થશે એન્ટ્રી, આ રીતે પહોચાડશે …

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોફ્ટકોપી માટે સાંસદોને મનાવવા માટે લોકસભા અધ્યક્ષ અને ઉપસભાપતિને ઘણી જહેમત ઉઠાવવી પડી હતી. બજેટના દસ્તાવેજને લઈને બે વિકલ્પ રાખવામાં આવ્યા હતા. જે સાંસદ ટેક્નોસેવી નથી તેમના માટે સીમિત સંખ્યામાં કોપી આપવાનું શક્ય ન હતું. આ માટે એવી દલીલ રજુ કરવામાં આવી હતી કે દસ્તાવેજને છાપવામાં આવશે તો તેને લાવવા અને લઇ જવામાં કોરોના સંક્રમણનું જોખમ ઉપસ્થિત થઈ શકે છે.

Gandhinagar / ચૂંટણીપંચ ભાજપના ઈશારા પર નાચે છે ? બીજલ પટેલના નિવેદન પર શર…

સ્વતંત્ર ભારતમાં કેન્દ્રીય બજેટ પ્રથમ વખત 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. તેના દસ્તાવેજ ત્યારથી દર વર્ષે આપવામાં આવી રહ્યા છે. નાણામંત્રાલય બજેટના દસ્તાવેજોની છાપકામની પ્રક્રિયાના પ્રારંભ દર પર દર વર્ષે હલવા સેરેમની પણ કરે છે. હળવા સેરેમનીનું આયોજન સંસદમાં બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ એક પખવાડિયા પહેલા નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં કરવામાં આવે છે. હવે સવાલ એ છે કે જો બજેટ છાપવામાં આવી રહ્યું નથી તો હલવા સેરેમની થશે કે નહીં ?

Finance Minister Nirmala Sitharaman to present first Budget of Modi  Government 2.0. | DD News

બજેટ પ્રક્રિયામાં આ વખતે ત્રણ ધરખમ ફેરફાર

1. ચામડાની બ્રીફકેસ થી વહીખાતા

નાણામંત્રી બજેટ દસ્તાવેજ સામાન્ય રીતે ચામડાની બ્રિફકેસમાં લઈને આવતા હતા. આ પરંપરાની શરૂઆત દેશના પ્રથમ નાણામંત્રી (1947-1949) આર.કે સન્મુખમ ચેટ્ટીએ કરી હતી. 2019 2020 ના નાણા મંત્રી નિર્મલા સીતારામન બજેટ દસ્તાવેજ લાલ રંગના પારંપરિક વહી ખાતામાં લઈને આવ્યા હતા.

પાણીની સમસ્યા / ગુજરાતના 17.57 લાખ પરિવારો શુદ્ધ પાણીથી વંચિત, દેશમાં શુદ્ધ …

2. સાંજે 5 :00ના બદલે સવારે 11:00 કલાકે બજેટ રજૂ થશે

બજેટ રજૂ કરવાના પ્રારંભ કર્યા બાદ સમયની સાથે સાથે ઘણું બધું પરિવર્તન આવ્યું છે. 1999 સુધી બજેટ ફેબ્રુઆરીના અંતના ચાલુ દિવસો દરમિયાન સાંજે 5:00 કલાકે રજૂ કરવામાં આવતું હતું. અટલ બિહારી વાજપેયી સરકારમાં નાણામંત્રી રહી ચૂકેલા યશવંતસિંહાએ આ પરંપરા અને પરિવર્તન કર્યું અને બજેટ 11:00 કલાકે રજૂ કરવાનો પ્રારંભ કર્યો.

3. રેલ બજેટ પણ સામાન્ય બજેટનો હિસ્સો બની ગયો

2016માં તત્કાલીન નાણાં મંત્રી અરૂણ જેટલીએ એલાન કર્યું હતું કે હવે કેન્દ્રિય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. આ સિવાય 92 થી અલગ અલગ બજેટ રજૂ થતા આવ્યા છે રેલવે બજેટને કેન્દ્રીય બજેટમાં સમાવેશ કરી દેવામાં આવ્યો હતો.

Vaccine / આજે કોરોના વેક્સિનની ગુજરાતમાં થશે એન્ટ્રી, આ રીતે પહોચાડશે …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…