Bollywood/ ભારતીય ટીમના કેપ્ટન કોહલી બન્યા પિતા, અનુષ્કાએ આપ્યો દીકરીને જન્મ

અનુષ્કા શર્માએ એક પુત્રીને જન્મ આપ્યો છે. અનુષ્કા અને વિરાટની પુત્રીનો જન્મ આજે બપોરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો. વિરાટે સોશિયલ મીડિયા પર પુત્રીના આગમનની ઘોષણા કરી છે.

Top Stories Entertainment
a 157 ભારતીય ટીમના કેપ્ટન કોહલી બન્યા પિતા, અનુષ્કાએ આપ્યો દીકરીને જન્મ

બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે દિકરીએ જન્મ થયો છે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે સારા સમાચાર છે. તે પિતા બની ગયો છે. અનુષ્કા શર્માએ એક પુત્રીને જન્મ આપ્યો છે. અનુષ્કા અને વિરાટની પુત્રીનો જન્મ આજે બપોરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો. વિરાટે સોશિયલ મીડિયા પર પુત્રીના આગમનની ઘોષણા કરી છે.

વિરાટે આ ખુશખબર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે તે દીકરીનો પિતા બની ગયો છે. સાથે જ તેમે બેબી ગર્લ અને અનુષ્કાની હેલ્થ વિશે પણ માહિતી આપી છે. તેણે લખ્યું છે કે બન્ને સ્વસ્થ છે અને તે ખૂબ જ ખુશ છે

આપને જણાવી દઈએ કે વિરાટ કોહલી પોતાના બાળકના જન્મ પહેલા જ ઓસ્ટ્રેલિયા પ્રવાસથી ભારત પરત આવ્યો છે અને તે અનુષ્કા સાથે છે.

જણાવી દઈએ કે વિરાટે 11 ડિસેમ્બર 2017 ના રોજ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા સાથે લગ્ન કર્યા હતા. ઇટાલીના લગ્નમાં ખૂબ નજીકના મિત્રો અને થોડા સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આજે ક્રિકેટર રાહુલ દ્રવિડનો પણ જન્મદિવસ છે. એટલે કે હવેથી વિરાટ કોહલીની દીકરી તથા રાહુલ દ્રવિડનો જન્મદિવસ એક જ દિવસ આવશે.

જણાવી દઇએ કે એ પહેલા ઇન્ડિયા કોમના જ્યોતિષ પંડિત જગન્નાથજી ગુરુજી સાથે વાત કરી અને એમણે કહ્યું હતું કે, વિરાટ અને અનુષ્કાના ઘરે નાની પરીનો જન્મ થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો