હૈદરાબાદ/ યુનિવર્સિટીમાં રામ મંદિરની સ્થાપનાને લઈને તણાવ, ડાબેરી સંગઠનોનો વિરોધ

હૈદરાબાદ યુનિવર્સિટીમાં રામ નવમીના દિવસે રામ મંદિરની સ્થાપનાને લઈને તણાવ શરૂ થયો છે. ડાબેરી વિદ્યાર્થી સંગઠનોનો આરોપ છે કે આ રીતે યુનિવર્સિટીનું ભગવાકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Top Stories India
organizations

હૈદરાબાદ યુનિવર્સિટીમાં રામ નવમીના દિવસે રામ મંદિરની સ્થાપનાને લઈને તણાવ શરૂ થયો છે. ડાબેરી વિદ્યાર્થી સંગઠનોનો આરોપ છે કે આ રીતે યુનિવર્સિટીનું ભગવાકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

હૈદરાબાદ યુનિવર્સિટીમાં પથ્થરોના ઢગ વચ્ચે રામ મંદિરના બનાવવાને લઈને વિવાદ ઉભો થયો છે. રામ નવમીના દિવસે તે જગ્યા પર ભગવાન રામનો ફોટો રાખીને તેને રામ મંદિર જાહેર કરી દેધું. જેનો યુનિવર્સિટીના ઘણા વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેઓનું કહેવું છે કે, આ રીતે યુનિવર્સિટીનું ભગવાકરણ કરવાનો પ્રયાસ છે.

આંબેડકર સ્ટુડન્ટ્સ એસોસિએશન (ASA) અને સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (SFI) એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) પર બિન-હિન્દુ વિદ્યાર્થીઓને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. તો આ મામલે ABVP તરફથી પણ નિવેદન સામે આવ્યું છે. ABVP એ આ મામલાને અધિકૃત રીતે દૂર રાખતા કહ્યું કે, આ વિદ્યાર્થીઓની પોતાની ધાર્મિક સ્વતંત્રતા છે.

વિદ્યાર્થીઓએ ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરી હતી

મળતી માહિતી મુજબ, રવિવારે રામનવમીના દિવસે વિદ્યાર્થીઓએ હોસ્ટેલ એફ અને ચીફ વોર્ડનની ઓફિસ પાસેના ખડક પાસેની જગ્યાને કેસરી રંગથી રંગી દીધી હતી અને ઝાડની પાસે ભગવાન રામની તસવીર અને કેટલાક ભગવા રંગના ધ્વજ લગાવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ તે ખડક પર ઓમ અને સ્વસ્તિકના નિશાન પણ બનાવ્યા હતા. રામનવમીના દિવસે વિદ્યાર્થીઓએ અહીં બેસીને પૂજા કરી અને તે જગ્યાને રામ મંદિર તરીકે સ્થાપિત કરી.

યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ સ્ટુડન્ટ યુનિયને યુનિવર્સિટી પ્રશાસનને યુનિવર્સિટીની અંદર કોઈપણ કાયમી ધાર્મિક પ્રતીક બનાવવા સામે આદેશ જારી કરવા કહ્યું છે. હૈદરાબાદ યુનિવર્સિટીના પ્રમુખ અભિષેક નંદને કહ્યું કે- અમે યુનિવર્સિટી પ્રશાસન અને વાઇસ ચાન્સેલર સમક્ષ અમારો વાંધો નોંધાવ્યો છે. અમે તેમને અપીલ કરી છે કે, તેઓ તે જગ્યા એથી તસ્વીર હટાવીને જગ્યાને પહેલા જેવી જ કરાવી દે.

આ અંગે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. યુનિવર્સિટીના પ્રવક્તા પ્રોફેસર કંચન મલિકે આ મામલે કહ્યું છે કે જ્યારે અમને આ મામલે પ્રશાસન તરફથી નોટિસ મળશે તો અમે કાર્યવાહી કરીશું.