- આજે 8 મનપામાં રાત્રિ કર્ફયૂની મુદત પૂર્ણ,
- આજે સરકાર જાહેર કરી શકે નવી SOP,
- નવી ગાઇડલાઇન જાહેર કરી શકે સરકાર,
- આઠ મનપામાં હજી રાત્રિ કર્ફયૂ છે અમલી,
- ગઇકાલે ગૃહમંત્રીએ યોજી હતી બેઠક,
- આજે મુખ્યમંત્રી સાથે કરાશે ચર્ચા,
- જનહિતમાં નવી માર્ગદર્શિકા જાહેર થઇ શકે
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે રાજ્ય સરકારે 8 મનપામાં રાત્રિ કર્ફ્યૂનો સમય લંબાવ્યો હતો. જો કે આજે રાત્રિ કર્ફ્યૂની મુદત્ત પૂર્ણ થઇ રહી છે, ત્યારે કહેવાય છે કે, આજે સરકાર નવી SOP જાહેર કરી શકે છે.
આ પણ વાંચો – પશુપાલકોમાં ફફડાટ / સુરેન્દ્રનગર જીલ્લામાં ગાયોમાં પ્રથમ વખત જોવા મળ્યો ડમ્પી સ્ક્રીન ડીસીઝ વાયરસ…
આજે સ્થિતિ પૂરી રીતે રાજ્ય સરકારનાં કાબૂમાં દેખાઇ રહી છે. જો કે દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા નવા વેરિઅન્ટ (Omicrone) બાદ સંભવ છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે, જો કે આવશે જ તે પણ કહેવુ ઉતાવળ કહેવાશે. તેવામાં આજે રાજ્યનાં 8 મનપામાં રાત્રિ કર્ફ્યૂની મુદત્ત પૂર્ણ થઇ રહી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગૃહમંત્રી કર્ફ્યૂને લઇને ચર્ચા કરી શકે છે. મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાત સરકાર નવી ગાઇડલાઇન જાહેર કરી હજુ આઠ મનપામાં રાત્રિ કર્ફ્યૂ અમલી કરી શકે છે. જેની જનહિતમાં નવી ગાઇડલાઇન જાહેર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાનાં કેસમાં નાનો મોટો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દૈનિક નોધાતા કેસ 20 થી 40 વચ્ચે નોધાઈ રહ્યા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેરની ગંભીરતા સમાપ્ત થયા બાદ નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારમાં રાજ્ય સરકાર દ્વારા પણ મોટા પાયે છૂટ આપવામાં આવી હતી. અને લોકોએ તેનો ભરપૂર આનંદ માણ્યો હતો. તો વેકેશન દરમિયાન રાજ્યના તમામ પિકનિક પ્લેસ અને મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી.
આ પણ વાંચો – નવો વેરિઅન્ટ / હંમેશા ભારતની ટીકા કરતા પીટરસને PM મોદીનાં ખૂબ કર્યા વખાણ, જાણો કારણ
રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર સોમવારે રાજ્યમાં કોરોનાનાં 27 નવા કેસ સામે આવ્યા હતા. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,26,945 પહોચ્યો છે. જો કે સારા સમાચાર એ છે કે દુનિયાભરમાં વકરતા કોરોના વચ્ચે ગુજરાતમાં 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં સોમવારે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 49 છે. ગુજરાતમાં ઠીક થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,081 છે. તો રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 262 છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…