બોલીવુડના કોરીડોરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુશાંત સિંહ રાજપૂત કેસ બાદ જે રીતે ડ્રગ્સ કેસ(drug case)માં સેલેબ્સનાં નામ સામે આવી રહ્યાં છે તે ચોંકાવનારું છે. અભિનેત્રી શ્રદ્ધા કપૂર(shraddha kapoor )ના ભાઈ સિદ્ધાંત કપૂર(Siddhant Kapoor) નું નામ હવે આ લિસ્ટમાં સામે આવ્યું છે. તેના પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. જે બાદ તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
શક્તિ કપૂરનો પુત્ર ડ્રગ્સના કેસમાં ફસાયો
અભિનેત્રી શ્રદ્ધા કપૂર(shraddha kapoor)ના ભાઈની પોલીસે બેંગ્લોરમાં અટકાયત કરી છે, તેના પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. પોલીસના દરોડા બાદ તેઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ડ્રગ્સ(drugs) ટેસ્ટમાં શ્રદ્ધા કપૂરના ભાઈ સહિત કુલ છ લોકો પોઝિટિવ આવ્યા છે. આ લોકો બેંગલુરુના એમજી રોડ સ્થિત હોટલમાં પાર્ટી કરી રહ્યા હતા. ત્યાં પોલીસે દરોડો પાડ્યો હતો.
સિદ્ધાંત કપૂર ફ્લોપ હીરો છે
સિદ્ધાંત કપૂર પીઢ અભિનેતા શક્તિ કપૂર(shakti kapoor)નો પુત્ર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂર(shraddha kapoor )નો ભાઈ છે. સિદ્ધાંત પોતે પણ ફિલ્મ લાઈનમાં છે. તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. એ અલગ વાત છે કે સિદ્ધાંતની કરિયર ફ્લોપ રહી છે. ફિલ્મો ઉપરાંત તે વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. પરંતુ આજ સુધી આવી કોઈ ભૂમિકા તેમને ઓળખ આપી શકી નથી. સિદ્ધાંતે તેની બહેન શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ હસીના પારકરમાં સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. સિદ્ધાંતની અગાઉની રિલીઝ ફેસિસ હતી. આ ફિલ્મની હાલત પણ તેની બાકીની ફિલ્મોની જેમ ફ્લોપ રહી હતી.