Not Set/ 51 ગેરકાનૂની દારૂનો ધંધો કરતા માફિયાએ લીધા સોગંદ, વેચશે દૂધ અને પનીર

દિલ્હી. દશકોથી ગેરકાનૂની દારૂનો ધંધો કરતા 51 માફિયાઓએ ક્યારે પણ દારૂ ન વેચવાના સોગંદ લીધા છે. પત્ની અને બાળકો સાથે દિલ્હીના સંગમ વિહાર પોલીસ સ્ટેશનમાં આવેલા આ બદમાશોએ પોલીસને ભારોસો અપાવ્યો હતો કે પરિવાર ચલાવવા માઆતે તેઓ દૂધ-પનીર વેચશે અથવા ધાબા ચલાવશે પરંતુ પોતાના બાળકોને આ ગેરકાનૂની દારૂના ધંધામાં નહિ ઉતરવા દે. એમને ભણાવી-ગણાવીને અધિકારી […]

Top Stories India
Symbolic Image 51 ગેરકાનૂની દારૂનો ધંધો કરતા માફિયાએ લીધા સોગંદ, વેચશે દૂધ અને પનીર

દિલ્હી.

દશકોથી ગેરકાનૂની દારૂનો ધંધો કરતા 51 માફિયાઓએ ક્યારે પણ દારૂ ન વેચવાના સોગંદ લીધા છે. પત્ની અને બાળકો સાથે દિલ્હીના સંગમ વિહાર પોલીસ સ્ટેશનમાં આવેલા આ બદમાશોએ પોલીસને ભારોસો અપાવ્યો હતો કે પરિવાર ચલાવવા માઆતે તેઓ દૂધ-પનીર વેચશે અથવા ધાબા ચલાવશે પરંતુ પોતાના બાળકોને આ ગેરકાનૂની દારૂના ધંધામાં નહિ ઉતરવા દે. એમને ભણાવી-ગણાવીને અધિકારી બનાવશે, જેથી ભવિષ્યમાં તેઓ સારી જીંદગી વિતાવી શકે.

ગેરકાનૂની દારૂ સાથે જોડાયેલા આ બદમાશોએ પોલીસને એવો પણ ભરોસો અપાવ્યો કે એમના વિસ્તારમાં મહિલાઓ સાથે થતી છેડછાડને રોકવાનો પ્રયત્ન કરશે. કોઈ મહિલાઓ સાથે ગેરવર્તન કરે છે તો એમની ખબર લેશે. સાઉથ દિલ્હીના સંગમ વિહાર વિસ્તારના આ બદમાશોમાં આવેલા બદલાવથી પોલીસ ખુશ છે કારણકે પોલીસ બેડામાં આ વિસ્તારના અપરાધીઓના મોટા અડ્ડા માનો એક માનવામાં આવતો હતો.

સાઉથના ડીસીપી રોમિલ બાનીયા બદમાશોના થયેલા આ હૃદય પરિવર્તનનો શ્રેય સંગમ વિહાર પોલીસ સ્ટેશનના એસએચઓ ઉપેન્દ્ર સિંહને આપે છે. બદમાશોને સાચા રસ્તા પાર લાવવાનું કામ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યું હતું. જયારે પોલીસને પૂછવામાં આવ્યું કે શું આ બદમાશોએ એન્કાઉન્ટર અથવા સંપત્તિ જપ્ત થઈ જવાના ડરથી ગેરકાનૂની દારૂનો છોડ્યો છે? તો પોલીસે અઆનો ઇનકાર કરતા કહ્યું કે એમને જિંદગીના સત્યનો એહસાસ થઈ ગયો છે.