South-West Monsoon/ છેલ્લા એક દાયકામાં 11 ટકા તાલુકામાં દક્ષિણ – પશ્ચિમનાં વરસાદમાં ઘટાડો

દક્ષિણ – પશ્ચિમ વરસાદી ઋતુને લઈ મહત્વનો રિપોર્ટ સામે આવ્યો છે. એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, છેલ્લા 1 દાયકામાં ભારે વરસાદ પડ્યો. દેશના આશરે 55 ટકા તાલુકામાં આશરે 10 ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો હતો. અભ્યાસમાં દાવો કરાયો છે કે જળવાયુ પરિવર્તન અને પર્યાવરણથી જોડાયેલા કેટલાક…

Top Stories India
YouTube Thumbnail 2024 01 18T104016.846 છેલ્લા એક દાયકામાં 11 ટકા તાલુકામાં દક્ષિણ - પશ્ચિમનાં વરસાદમાં ઘટાડો

Weather News: દેશમાં દક્ષિણ – પશ્ચિમ વરસાદી ઋતુને લઈ મહત્વનો રિપોર્ટ સામે આવ્યો છે. એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, છેલ્લા 1 દાયકામાં ભારે વરસાદ પડ્યો. દેશના આશરે 55 ટકા તાલુકામાં આશરે 10 ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો હતો. અભ્યાસમાં દાવો કરાયો છે કે જળવાયુ પરિવર્તન અને પર્યાવરણથી જોડાયેલા કેટલાક પડકારો હોવા છતાં 2012થી 2022 સુધી ભારતમાં અડધાથી પણ વધુ ક્ષેત્રોમાં ભારે વરસાદ પડ્યો હતો.

Southwest monsoon onset may get delayed on Kerala coast, says Skymet;  here's why - BusinessToday

અભ્યાસ અનુસાર, છેલ્લા એક દાયકાથી 11 ટકા તાલુકામાં દક્ષિણ – પશ્ચિમ ચોમાસાના વરસાદમાં ઘટાડો જોવા મળ્યો. વરસાદની માત્રા પર અભ્યાસ કરવાવાળી સંસ્થા એક સ્વતંત્ર થિંક ટેંક – ધ કાઉન્સિલ એન્ડ એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વૉટર છે. આ વિશ્વેષણ મુજબ, પૂરા ભારતમાં 4500થી વધુ તાલુકામાં છેલ્લા 40 વર્ષના રેકોર્ડના ડેટાનો અભ્યાસ કરવામાં આવે છે. જે તાલુકામાં ઓછો વરસાદ ઓછો પડ્યો છે એમાં સિંધુ-ગંગાના મેદાની વિસ્તારો મુખ્ય છે. પૂર્વોત્તર ભારત અને હિમાલયના ઉપરી વિસ્તારોમાં પણ વરસાદ ઓછો નોંધાયો છે.

આ વિસ્તારોમાં તેની માઠી અસર પડી રહી છે

મહત્વની વાત એ છે કે આ ક્ષેત્રો ખેતી અને ખેડૂતો માટે ઘણા મહત્વનાં ગણાય છે. પ્રકૃતિની નાજુક હાલતને કારણે જળવાયુ પરિવર્તન થવાથી આ વિસ્તારોમાં તેની માઠી અસર પડી રહી છે. ઉપરાંત, અભ્યાસ મુજબ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમિલનાડુના કેટલાક વિસ્તારો સૂકા વિસ્તારો તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારોના શરે 1 ચર્તુથાંશ તાલુકાઓમાં જૂન થી સપ્ટેમ્બરના ગાળામાં 30 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

ભારતમાં વરસાદની બદલાતી જતી પેટર્નને સમજવા હેતુથી આ અભ્યાસમાં જણાવાયું છે કે આ પેટર્નનું મુખ્ય કારણ ઝડપથી વધતું જતું જળવાયુ પરિવર્તનની અસરો છે. આ તાલુકાઓમાં ઓછા સમયગાળામાં વધુ વરસાદ ચિંતાજનક ગણ્યું છે.

અન્ય રાજ્યોની સ્થિતિ

વરસાદ જો 10 ટકાથી વધુ પડે તો ખતરનાક ગણી શકાય છે. તેનું કારણ છે કે વરસાદ જ્યારે જેટલી જરૂર હતી તેટલો પડ્યો હોતો નથી. જે તાલુકાઓમાં  દક્ષિણ – પશ્ચિમ ચોમાસાની અસર ઓછી વર્તાઈ હોય તેવા રાજ્યો બિહાર, ઉત્તરાખંડ, અસમ, મેઘાલય વગેરેનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ Ayodhya Ram Temple/ PMOના પ્રતિનિધિઓ આજે અયોધ્યા આવશે, જાણો શા માટે