Not Set/ અમદાવાદ/ વધુ એક છેડતી!! આરોપીએ સગીરાને કહ્યું- તું સુંદર છે વિડીયો કેમ નથી બનાવતી

અમદાવાદના છેડતીના બનાવ વધી રહ્યા છે. કૃષ્ણનગર, વસ્ત્રાપુર બાદ હવે નિકોલમાં પણ એક સગીરાને છેડતીની ઘટના સામે આવી છે. જ્યાં એક વેપારીએ સગીરા સાથે અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે નિકોલ પોલીસને જાણ કરવામાં આવી છે. આ મામલે મળતી માહિતી અનુસાર સગીરા એક દુકાનમાં બેઠી હતી ત્યારે બાજુની દુકાનમાંથી એક વેપારી તેની પાસે […]

Ahmedabad Gujarat
rape full અમદાવાદ/ વધુ એક છેડતી!! આરોપીએ સગીરાને કહ્યું- તું સુંદર છે વિડીયો કેમ નથી બનાવતી

અમદાવાદના છેડતીના બનાવ વધી રહ્યા છે. કૃષ્ણનગર, વસ્ત્રાપુર બાદ હવે નિકોલમાં પણ એક સગીરાને છેડતીની ઘટના સામે આવી છે. જ્યાં એક વેપારીએ સગીરા સાથે અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે નિકોલ પોલીસને જાણ કરવામાં આવી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર સગીરા એક દુકાનમાં બેઠી હતી ત્યારે બાજુની દુકાનમાંથી એક વેપારી તેની પાસે આવ્યો અને વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. થોડીવાર વાતચીત કાર્ય બાદ પાડોશી વેપારીની દાનત બગડતા જ તેણે સગીરાને સવાલો કરવાનું શરુ કર્યું, વેપારીએ સગીરાને પૂછ્યું કે શું તું મોબાઇલ ફોન વાપરે છે, ટિકટોક વીડિયો બનાવે છે, વોટ્સએપ વાપરે છે, તું આટલી સુંદર છે વિડીયો કેમ નથી બનાવતી.સગીરા તેના આ આ સવાલોનો જવાબ આપે તે પહેલા જ વેપારીએ તેનો હાથ પકડી અડપલાં શરુ કર્યા હતા.વેપારીના આવા કૃત્યથી ડરી ગયેલી સગીરાએ તેના પરિવારને જાણ કરી અને તેઓએ આ મામલે નિકોલ પોલીસને જાણ કરી હતી.

આપને જણાવી દઈએ કે નિકોલમાં શાકભાજીની દુકાન ધરાવતો પરિવાર રજાઓ હોવાથી દુકાને બેઠો હતો. પુત્ર-પુત્રી સહિતના લોકો દુકાને હાજર હતા. ત્યારે આ વેપારીની બાજુમાં દુકાન ધરાવતો વેપારી તેમની દુકાને આવ્યો હતો અને તેણે વેપારીની સગીર પુત્રી સાથે વાતચીત શરૂ કરી હતી.

સગીરાના પરિવારે આ મામલે વિરોધ કરતા નિકોલ પોલીસને જાણ કરી હતી. નિકોલ પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.