કચ્છ/ BSF ના ગદ્દાર કોન્સ્ટેબલના 10 દિવસના રિમાન્ડ મંજુર, પાકિસ્તાન પહોચાડતો હતો માહિતી

સજાદના સંપર્કમાં રહેનાર અંકલ પાકિસ્તાની ખુફિયા એજન્સીનો અધિકારી હોવાનું પ્રાથમિક તારણ,

Top Stories Gujarat Others Trending
hoote 8 BSF ના ગદ્દાર કોન્સ્ટેબલના 10 દિવસના રિમાન્ડ મંજુર, પાકિસ્તાન પહોચાડતો હતો માહિતી

કચ્છ બોર્ડર સિક્યોરિટી ફોર્સનાં ગાંધીધામ યુનિટમાં તૈનાત કાશ્મીરી જવાન જાસુસી કરતા ઝડપાયો હતો. ગુજરાતનાં એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા આ જવાનની ધરપકડ કરવામાં આવી હતી, આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા દસ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

સજજાદ નામના શખ્સની ગઈકાલે થયેલી ધરપકડ બાદ અનેકવિધ ખુલાસાઓ થવા પામી રહ્યા છે. દરમ્યાન જ આજ રોજ આ કેસમાં વધુ કેટલાક ચોકાવનારા ખુલાસાઓ સામે આવવા પામ્યા છે.આ મામલે અંતરંગ વર્તુળામાંથી મળતી માહીતી અનુસાર સજજાદ નામનો બીએસએફનો ગદ્વાર કોન્સટેબલ સામેપાર માહીતી મોકલતો હતો તેમા ફોનનો ઉપયોગ કરતો હતો અને તે ફોનમાં સામેવાળી વ્યકિતને અંકલ તરીકે બોલાવતો હોવાની વાત ગઈકાલે સામે આવવા પામી હતી. આજ રોજ સજજાદની પ્રાથમિક પુછતાછ બાદ બહાર આવતી માહીતી અનુસાર આ અંકલ પાકીસ્તાની ખુફીયા એજન્સી આઈએસઆઈનો એક ઓફીસર હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. બીએસએફના કોન્સટેબલ સજજાદનો હેન્ડલર આ આઈએસઆઈનો ઓફિસર જ હોવાનુ કહેવાઈ રહ્યું છે.

નોધનીય છે કે, આઈએસઆઈનો આ ઓફીસર સજજાદનો સબંધી છે. અને સજજાદ તેના મારફતે જ હેન્ડલ થઇ રહ્યો હતો. આરોપી જમ્મુ કાશ્મીરના સરૂલામાં રહેતો અને હાલ ગાંધીધામની બીએસએફ બટાલિયન ૭૪-એ કંપનીમાં ફરજ બજાવતો હતો બીએસએફની ગુપ્ત માહિતી પોતાના મોબાઈલ મારફતે દુશ્મન દેશમાં મોકલતો હતો અને તેના બદલામાં રૂપિયા મેળવીને દેશ વિરોધી પ્રવૃતિ આચરતો હતો.

પાકીસ્તાની ખુફીયા એજન્સી આઈએસઆઈ દ્વારા સંચાલિત બીએફએસનો એજન્ટ સજજાદ ત્રિપુરા પોેસ્ટીગથી જ એજન્સીઓના રડાર પર આવી જવા પામ્યો હતો. અહી કોમન વાત સજજાદની જાસુસીમા એક એ સામે આવવા પામી રહી છે કે, તે ત્રિપુરામા હોય કે કચ્છના ગાંધીધામમા પણ કાશ્મીરીઓના સતત સંપર્કમા રહેતો હતો. કચ્છમાં હવે જયારે તે દબોચાઈ જવા પામ્યો છે ત્યારે તમામ એજન્સીઓ સજજાદની કાશ્મીર કડીઓ પર નજર રાખી રહી છે

ભુજના સરકારી વકીલ કલ્પેશભાઈ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ભુજ બીએસએફ હેડ ક્વાર્ટરમાંથી ઝડપાયેલા બીએસએફના કોન્સ્ટેબલને આજે રિમાન્ડની માંગણી સાથે ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.જ્યાં 14 દિવસની રિમાન્ડની માંગ સામે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

Technology / સુપરસ્ટાર રજનીકાંતે લોન્ચ કરી સોશિયલ મીડિયા એપ Hoote, જાણો તેના વિશે

Ekonk / ભારતની સૌથી ઝડપી ઇલેક્ટ્રિક હાઇપરકાર આવી રહી છે બજારમાં, 309 kmph ટોપ સ્પીડ

Auto / ટાટા ટિગોર EV દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, એક જ ચાર્જમાં 300Km થી વધુની ડ્રાઇવિંગ રેન્જ આપે છે