ટેલિવિઝન એક્ટ્રેસ જસ્મીન ભસીન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેના વીડિયો પણ ખૂબ વાયરલ થાય છે. તે ઘણીવાર તેના બેસ્ટ ફ્રેન્ડ અલી ગોની સાથે જોવા મળે છે. હવે જસ્મીન ભસીનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં ટીવી એક્ટ્રેસ ગ્લેમરસ અંદાજમાં ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે.
ખાસ વાત એ છે કે, જસ્મીન ભસીન બાલ્કનીમાં ઉભા રહીને આ ફોટોશૂટ કરાવી રહી છે. આ રીતે તેની આ સ્ટાઇલ ચાહકોને પસંદ આવી રહી છે અને તે તેના જોરદાર વખાણ પણ કરી રહ્યા છે.
View this post on Instagram
જસ્મીન ભસીનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણીએ ટીવી જગતમાં સિરિયલ ‘તશ્ન-એ-ઈશ્ક’થી પોતાની ઓળખ બનાવી છે. જસ્મીન ભસીને સિરિયલ ‘તશ્ન-એ-ઈશ્ક’માં ટ્વિંકલ તનેજાનો રોલ કર્યો હતો. સિરિયલમાં તેની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી હતી અને આ પાત્રને પણ ઘણો પ્રેમ મળ્યો હતો. આ પછી જસ્મીન ભસીન કલર્સ ટીવી પર આવતી સીરિયલ ‘દિલ સે દિલ તક’માં લીડ રોલ કરતી જોવા મળી હતી. આ સિરિયલમાં તેણે ટેની ભાનુશાળીની ભૂમિકા ભજવી હતી. આ સિવાય જસ્મીન ભસીન ફિયર ફેક્ટર અને ખતરોં કે ખિલાડી 9માં પણ જોવા મળી હતી. બિગ બોસ 14માં જસ્મીન ભસીન પણ જોવા મળી હતી, પરંતુ તે શો જીતી શકી ન હતી.