MUKESH AMBANI/ ‘અનંતમાં હું મારા પિતા ધીરુભાઈને જોઉં છું…’, મુકેશ અંબાણીએ કેમ કહ્યું આવું?

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આ વર્ષે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા, અનંત અને રાધિકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ગુજરાતના જામનગરમાં થઈ રહ્યું છે.

Top Stories Entertainment
Beginners guide to 2024 03 02T094803.424 'અનંતમાં હું મારા પિતા ધીરુભાઈને જોઉં છું...', મુકેશ અંબાણીએ કેમ કહ્યું આવું?

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આ વર્ષે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા, અનંત અને રાધિકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ગુજરાતના જામનગરમાં થઈ રહ્યું છે. આ સેલિબ્રેશનનું ઉદ્ઘાટન કરતાં મુકેશ અંબાણીએ કહ્યું કે હું જ્યારે પણ અનંતને જોઉં છું ત્યારે મને તેમનામાં મારા પિતા ધીરુભાઈ દેખાય છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતીય પરંપરામાં આપણે મહેમાનોને અતિથિ તરીકે સંબોધીએ છીએ. આપણે અતિથિ દેવો ભવ કહીએ છીએ, જેનો અર્થ થાય છે કે અતિથિ ભગવાન સમાન છે. તમે બધાએ આ લગ્નનું વાતાવરણ મંગલમય બનાવ્યું છે.

તેમણે કહ્યું કે આજે અનંત અને રાધિકા જીવનભરની ભાગીદારીની સફર શરૂ કરી રહ્યા છે. આજે મારા પિતા ધીરુભાઈ અમને સ્વર્ગમાંથી આશીર્વાદ આપી રહ્યા છે. મને ખાતરી છે કે તે આજે ખૂબ જ ખુશ હશે કારણ કે આપણે તેમના સૌથી પ્રિય પૌત્ર અનંતના જીવનની સૌથી ખુશીની ક્ષણની ઉજવણી કરી રહ્યા છીએ.

મુકેશ અંબાણીએ કહ્યું કે જામનગર મારા પિતા અને મારા માટે કાર્યસ્થળ રહ્યું છે, એક એવી જગ્યા જ્યાં અમને અમારું મિશન, જુસ્સો અને હેતુ મળ્યો. ત્રીસ વર્ષ પહેલાં જામનગર સાવ ઉજ્જડ જમીન હતી, પરંતુ આજે તમે અહીં જે જુઓ છો તે ધીરુભાઈના સ્વપ્નને સાકાર કરે છે.

‘હું અનંતમાં અનંત શક્તિ જોઉં છું’

મુકેશ અંબાણીએ કહ્યું કે સંસ્કૃતમાં અનંતનો અર્થ એવો થાય છે જેનો કોઈ અંત નથી. હું અનંતમાં અનંત શક્તિ જોઉં છું. જ્યારે પણ હું અનંતને જોઉં છું ત્યારે મને તેમનામાં મારા પિતા ધીરુભાઈ દેખાય છે. અનંતનો પણ મારા પિતા જેવો જ અભિગમ છે કે કશું જ અશક્ય નથી.

તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ પહેલા જામગનારમાં શુક્રવારથી ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ સેલિબ્રેશનનો પ્રારંભ થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Dharmendra/પગમાં ઈજા, હાથમાં વાસી રોટલી…, વહેલી સવારે ધર્મેન્દ્રની આવી હાલત જોઈને ચાહકો ચોંકી ગયા

આ પણ વાંચો:Deepika Ranveer Singh/પ્રેગ્નેન્સીની જાહેરાત બાદ દીપિકા પાદુકોણ-રણવીર સિંહ આ સ્ટાઇલમાં જોવા મળ્યા, તેની પત્નીની સુરક્ષા કરતા જોવા મળ્યા રણવીર