Not Set/ નોરા ફતેહીએ પોતે જ તેના ફેન્સને સોંગ “દિલબર”ના ડાન્સ સ્ટેપ શીખવ્યા, વીડીયો

મુંબઈ બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખુબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં તે “સત્યમેવ જયતે“ના સોંગ “દિલબર“ના ડાન્સ સ્ટેપ તેના ફેન્સને શીખવાડી રહી છે અને જણાવી રહી છે કે તેને આ સોંગ આ સીન કઈ રીતે કર્યા છે.  નોરા ફતેહ પર ફિલ્માવવામાં આવેલ ગીત ‘દિલબર’ ઇન્ટરનેટ સેંસેશન બની ચુક્યું […]

Entertainment Videos
mahi 76 2 નોરા ફતેહીએ પોતે જ તેના ફેન્સને સોંગ "દિલબર"ના ડાન્સ સ્ટેપ શીખવ્યા, વીડીયો

મુંબઈ

બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખુબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં તે “સત્યમેવ જયતે“ના સોંગ “દિલબર“ના ડાન્સ સ્ટેપ તેના ફેન્સને શીખવાડી રહી છે અને જણાવી રહી છે કે તેને આ સોંગ આ સીન કઈ રીતે કર્યા છે.  નોરા ફતેહ પર ફિલ્માવવામાં આવેલ ગીત ‘દિલબર’ ઇન્ટરનેટ સેંસેશન બની ચુક્યું છે. અત્યાર સુધી YouTube પર લગભગ 12 કરોડ વખત જોવામાં આવ્યું છે.

Instagram will load in the frontend.

દિલબર સોંગ વર્ષ 1999 માં રિલીઝ થયેલ ફિલ્મ “સિર્ફ તુમ”માં સુષ્મિતા સેન પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીતને ફિલ્મ સત્યમેવ જયતે માટે રીમેક કરવામાં આવ્યું છે. વાસ્તવિક ગીતના બોલ સમીરે લખ્યા હતા અને તે અલકા યાજ્ઞિક દ્વારા ગાયું હતું. રિમેક સોંગના ગીતો લગભગ સમાન જ રાખવામાં આવ્યાં છે, ફક્ત મ્યુઝિકને રીકંપોઝ કરવામાં  આવ્યા છે અને તેને નેહા કક્કરનો અવાજ આપવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, સત્યમેવ જયતે એક એક્શન રોમાંચક છે જેમાં જ્હોન અબ્રાહમ અને મનોજ બાજપાઈ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. જ્હોન વીર નામના વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે જે સિસ્ટમ સામે લડવા કાયદા વિરુદ્ધ જાય છે. ફિલ્મમાં, મનોજ બાજપાય પોલીસ અધિકારીની ભૂમિકામાં છે. ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થશે અને અક્ષય કુમારની ફિલ્મ “ગોલ્ડ” સાથે ટક્કર થશે.