નિધન/ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

દિગ્ગજ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટરજીનું નિધન થયું છે. 85 વર્ષની ઉંમરે સૌમિત્ર ચેટર્જીએ વિશ્વને અલવિદા કહી ગયા છે. તે લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા.

Top Stories Entertainment
a 143 બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

દિગ્ગજ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટરજીનું નિધન થયું છે. 85 વર્ષની ઉંમરે સૌમિત્ર ચેટર્જીએ વિશ્વને અલવિદા કહી ગયા છે. તે લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા. ડોકટરોએ તેમનો ઇલાજ કરવાના ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ સૌમિત્ર ચેટર્જીની હાલત દિવસેને દિવસે કથળી રહી હતી. અભિનેતાને લાઇવ સપોર્ટ સીસ્ટમ પર મુકવામાં આવ્યા હતા, તેઓ સારવાર દરમિયાન કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા ન હતા. આખરે 15 નવેમ્બરના રોજ રાત્રે 12.15 વાગ્યે સૌમિત્ર ચેટર્જીએ અંતિમ શ્વાસ લીધા.

સૌમિત્ર ચેટર્જીના નિધનથી ચાહકો છે દુખી

સૌમિત્ર ચેટર્જીની દુનિયા છોડીને તેમના ચાહકો અને સેલેબ્સને આંચકો લાગ્યો છે. સોશિયલ મીડિયા પર સૌમિત્ર ચેટર્જીને યાદ કરીને ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, સૌમિત્ર ચેટર્જીને 6 ઓક્ટોબરે કોરોના પોઝિટિવ મળ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે કોરોનાથી ઠીક થયા હતા. પરંતુ કોવિડ એન્સેફાલોપથીને કારણે તેમના સ્વાસ્થ્યને અસર થઈ હતી.

છેલ્લા 40 દિવસમાં ન્યુરોલોજી, નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ક્રિટિકલ કેર મેડિસિનના નિષ્ણાતોની એક મોટી ટીમ સૌમિત્ર ચેટર્જીના સ્વાસ્થ્યને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ એક પણ પ્રયત્નો સફળ રહ્યા નહીં.

કોણ હતા સૌમિત્ર ચેટર્જી?

સૌમિત્ર ચેટર્જી બંગાળી સિનેમાના જાણીતા એક્ટર હતા. તેમણે 1959 માં ફિલ્મ ‘અપુર સંસાર’ થી શરૂઆત કરી હતી. સૌમિત્રાએ ઓસ્કર વિજેતા નિર્દેશક સત્યજીત રે સાથે 14 ફિલ્મોમાં કામ કર્યું હતું. સૌમિત્રએ પહેલા ભારતીય હતા કે જેમણે એક કલાકારને આપવામાં આવતો સૌથી મોટો એવોર્ડ Ordre des Arts et des Lettres એનાયત કરાયો હતો. તેમને દાદાસાહેબ ફાલ્કે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને 3 વખત રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત તેમને સંગીત નાટક એકેડમી એવોર્ડ, 7 ફિલ્મફેર એવોર્ડથી પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.