Delhi/ પેટ્રોલ અને ડીઝલની સતત વધી રહેલી કિંમતોને લઈને કોંગ્રેસનો સરકાર પર મોટો પ્રહાર, વડાપ્રધાન મોદીને પૂછ્યા આ સવાલ

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા 9 દિવસમાં 8મી વખત આજે વધારો થયો છે. સતત વધી રહેલી કિંમતોને લઈને વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે

Top Stories India
randip

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા 9 દિવસમાં 8મી વખત આજે વધારો થયો છે. સતત વધી રહેલી કિંમતોને લઈને વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસે કહ્યું કે વસુલાત અને લૂંટ સતત ચાલુ છે. કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું કે, શું મોદીજી જવાબ આપશે?

સુરજેવાલાએ કહ્યું, રોજેરોજ મોંઘવારીનો ‘એટેક’ ચાલુ છે, આ રોજની સવારની ‘પોકેટ-મારી’ ક્યારે બંધ થશે? આ લૂંટ ક્યારે બંધ થશે? શું મોદીજી જવાબ આપશે?’ સુરજેવાલાએ અન્ય એક ટ્વીટમાં અલગ-અલગ શહેરોમાં કિંમતો લખતા કહ્યું કે, મોદી સરકારે પેટ્રોલની સદી ફટકારી છે. દિલ્હી ₹101.01/લિટર, લખનૌ ₹100.86/લિટર, અમદાવાદ ₹100.68/લિટર, બેંગ્લોર ₹106.46/લિટર, પટના ₹111.68/લિટર, મુંબઈ ₹115.88/લિટર.

આપને જણાવી દઈએ કે, રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. બુધવારે એટલે કે આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 80 પૈસાના વધારા બાદ 101.01 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 80 પૈસાના વધારા બાદ તે ઘટીને 92.27 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 85 પૈસા વધીને 115.88 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. ડીઝલની કિંમત 75 પૈસા વધીને 100.10 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.