Chandra Grahan 2023/ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ શરૂ, ગ્રહણ દરમિયાન આ રીતે દેખાશે ચંદ્ર, રાખો આ વાતનું ધ્યાન

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થયું છે. આ ચંદ્રગ્રહણ રાત્રે 8:44 થી મધ્યરાત્રિ લગભગ 1:02 સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણનો સમયગાળો લગભગ 4 કલાક 15 મિનિટનો રહેશે

Top Stories India
5 વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ શરૂ, ગ્રહણ દરમિયાન આ રીતે દેખાશે ચંદ્ર, રાખો આ વાતનું ધ્યાન

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થયું છે. આ ચંદ્રગ્રહણ રાત્રે 8:44 થી મધ્યરાત્રિ લગભગ 1:02 સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણનો સમયગાળો લગભગ 4 કલાક 15 મિનિટનો રહેશે. આ ચંદ્રગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં જોવા મળશે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચેથી પસાર થાય છે અને ચંદ્ર પર પડછાયો પડે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ પેનમ્બ્રલ ચંદ્રગ્રહણ છે.

વર્ષ 2023નું પ્રથમ ચંદ્રગ્રહણ હવે વૈશાખ મહિનાની પૂર્ણિમા અને બુદ્ધ જયંતિ પર ચાલી રહ્યું છે. આ ગ્રહણ મોડી રાત્રે લગભગ 1 વાગ્યા સુધી ચાલશે. 130 વર્ષ બાદ બુદ્ધ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થયું છે. 15 દિવસના અંતરાલ પછી આ બીજું ગ્રહણ છે. ઉલ્લેખનીય છે કે કે 20 એપ્રિલે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ પણ થયું હતું.

 જ્યોતિષીઓના મતે, પેનમ્બ્રલ ચંદ્રગ્રહણમાં કોઈ સુતક સમયગાળો નહીં હોય, તેમ છતાં ગર્ભવતી મહિલાઓએ બહાર ન આવવું જોઈએ તેવા ઘણા નિયમો છે. ગ્રહણ  પછી પૂજા ઘરને સ્નાન કરવું અને પવિત્ર કરવું જોઇએ.