Not Set/ #DelhiAirEmergency/ દિલ્હીવાસીની વહારે આવશે કુદરત, આવી રીતે મળશે રાહત

#DelhiAirEmergency જાહેર કરી દેવામાં આવી છે. સરકારો એક બીજા ઉપર પ્રદુષણ મામલે દોષાનાં ટોપલા ઠોળી રહી છે. અને દિલ્હીવાસીઓ એક સ્વચ્છ શ્વાસ માટે તરસી રહ્યા છે. દિલ્હી સરકાર દ્વારા આસપાસનાં રાજ્યો પર દિલ્હીને પ્રદુષિત કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જ્યારે કેન્દ્ર સહિતની આસપાસની રાજ્ય સરકારો દિલ્હી સરકારનો વાંક કાઢી રહી છે. પરંતુ આ ઝેરી […]

Top Stories India Trending
78090 endtpdsjqq 1514964680 #DelhiAirEmergency/ દિલ્હીવાસીની વહારે આવશે કુદરત, આવી રીતે મળશે રાહત

#DelhiAirEmergency જાહેર કરી દેવામાં આવી છે. સરકારો એક બીજા ઉપર પ્રદુષણ મામલે દોષાનાં ટોપલા ઠોળી રહી છે. અને દિલ્હીવાસીઓ એક સ્વચ્છ શ્વાસ માટે તરસી રહ્યા છે. દિલ્હી સરકાર દ્વારા આસપાસનાં રાજ્યો પર દિલ્હીને પ્રદુષિત કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જ્યારે કેન્દ્ર સહિતની આસપાસની રાજ્ય સરકારો દિલ્હી સરકારનો વાંક કાઢી રહી છે. પરંતુ આ ઝેરી અને શ્વાસ રૂંધાવી દેતા પ્રદુષણમાંથી બહાર કાઢવાનો રસ્તો કોઇની પાસે નથી. આવામાં કુદરત દિલ્હીવાસીઓની વહારે આવી હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. જી હા નાત જાણે એમ છે કે,…

ભારત હવામાન વિભાગનાં ઉચ્ચ અધિકારી કે.વી.સિંઘ દ્વારા હાલમાં જ પોતાનાં એક નિવેદનમાં જાણકારી આપવામાં આવી છે કે, હાલમાં દિલ્હીમાં નજીવો પવન ચાલી રહ્યો છે. તો આજથી પવનની ગતિ વધવાની સંભાવના છે. અને 6 નવેમ્બર પછી પવનની દિશા બદલાશે અને વરસાદ પણ થઈ શકે તેવી પૂર્ણ સંભાવના જોવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે, અરબ સાગરમાં ઉદ્દભવેલુ ચક્રાવાત 6-7 નવેમ્બરનાં રાજ કમોસમી વરસાદ લાવે તેવી દેશનાં અનેક ભાગમાં ચેતાવણી આપવામાં આવી રહી ચે. ત્યારે આ જ કમોસમી વરસાદ દિલ્હીવાસીઓ માટે ભગવાનનાં સ્વરૂપ જેવો લાગશે.

#DelhiAirEolvencyમાં ભારે ફૂંકાતો પવન ધૂળ – ધુમ્માડાને દિલ્હી બહાર ધકેલશે તો કમોસમી વરસાદ હવામાં રહેલા ડસ્ટ પાર્ટીક્લસને જમીન દોસ્ત કરશે. આમ સાયક્લોન દુનિયાને ભલે નુકસાન કરતું હોય પણ દિલ્હીને ફાયદોજ ફાયદો કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન