વરસાદે તંત્રની પોલ તો ખોલી જ છે પરંતુ તેનો સૌથી વધુ માર જનતાને સહન કરવો પડે છે. વરસાદના કારણે જૂનાગઢના મોટાભાગના વિસ્તારોમાં રોડ રસ્તાઓ બિસ્માર બન્યા છે. તો બીજી બાજુ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે જ્યારે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્રાહિમામ પોકારી

જુનાગઢ શહેરના જોશીપરા વિસ્તારના છે કેટલાક ફોટો અહી છે. જુનાગઢ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા ત્યાતો મનપાની કામગીરી પર સવાલો ઉઠતા થયા. શહેરના જોષીપરા વિસ્તારમાં આવેલી મોટાભાગની સોસાયટીઓમાં ટોરેન્ટ ગેસ લાઇનની કામગીરી બાદ પેચ વર્ક ન થતા પહેલા વરસાદમાં જ આ વિસ્તારમાં ભુવાઓ પડ્યા છે તો ક્યાંક વાહનો ફસાયાની ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટનાથી સ્થાનિક લોકો ત્રાહિમમાં પોકારી ઊઠ્યા છે. મોટાભાગના વિસ્તારોમાં પેચ વર્ક ન થતા પહેલા વરસાદમાં જ કચકાણ સર્જાયું છે.એક જ દિવસમાં 10 થી વધુ વાહનો આ બિસ્મારસ્તાઓમાં ફસાયા હતા જ્યારે સ્થાનિક લોકોએ માંગ કરી છે કે આગામી દિવસોમાં આ વિસ્તારના રોડ રસ્તા નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

મનપાની પ્રિમોન્સૂન કામગીરી ફક્ત કાગળ ઉપર જ હોવાનું કોંગી કોર્પોરેટર લલિત પરસાણાએ જણાવ્યું હતું વધુમાં કોર્પોરેશન સામે રોષ ઠાલવતા કહ્યું કે, મનપા ફક્ત તાયફા અને વાયદાઓ માંથી જ ઊંચું નથી આવતું. શહેરના મુખ્ય માર્ગોથી લઈને વોર્ડ વિસ્તારનાં માર્ગો અતિ બિસ્માર બન્યા છે પરંતુ મનપાના અધિકારીઓને પદઅધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી.
આ પણ વાંચો : શું તમે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના વિષે આ મહત્વની બાબત જાણો છો?
