Not Set/ અમદાવાદ/ નવા 3 વોર્ડને રેડઝોનમાં ઉમેરવામાં આવ્યા : મનપા કમિશનર વિજય નહેરા

ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રીતોની સંખ્યા ૪૪૦૦ને પાર કરી ચુકી છે ત્યારે ગજરાત ના આર્થિક પાટનગર અમદાવાદમાં કોરોના નોઆન્કડો ૩૦૦૦ ને પાર કરી ચુક્યો છે. ગુજરાતના કેટલાક જીલ્લા હવે કોરોના મુક્ત બનવા તરફ ગતિ કરી રહ્યા છે. તો હજુ પણ કેટલાક જીલ્લા એવા પણ છે કે, જ્યાં કોરોના સંક્રમીતોની […]

Ahmedabad Gujarat
766bf1a786ebe5881312480c477dd140 અમદાવાદ/ નવા 3 વોર્ડને રેડઝોનમાં ઉમેરવામાં આવ્યા : મનપા કમિશનર વિજય નહેરા
766bf1a786ebe5881312480c477dd140 અમદાવાદ/ નવા 3 વોર્ડને રેડઝોનમાં ઉમેરવામાં આવ્યા : મનપા કમિશનર વિજય નહેરા

ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રીતોની સંખ્યા ૪૪૦૦ને પાર કરી ચુકી છે ત્યારે ગજરાત ના આર્થિક પાટનગર અમદાવાદમાં કોરોના નોઆન્કડો ૩૦૦૦ ને પાર કરી ચુક્યો છે. ગુજરાતના કેટલાક જીલ્લા હવે કોરોના મુક્ત બનવા તરફ ગતિ કરી રહ્યા છે. તો હજુ પણ કેટલાક જીલ્લા એવા પણ છે કે, જ્યાં કોરોના સંક્રમીતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

અમદાવાદા ખાતે પણ કોરોના સંક્રમીતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુ. કમિશ્નર વિજય  નહેરા એ ફેસબુક લાઈવના માધ્યમથી પત્રકાર પરિષદ યોજીને શહેરની પરિસ્થિતિ અંગે માહિત આપી હતી. તેમને જણાવ્યું હતું કે, અમદાવાદમાં નવા 3 વોર્ડને રેડઝોનમાં ઉમેરવામાં આવ્યા છે. અગાઉ કુલ 6 રેડ ઝોન હતા. હવે 9 વિસ્તાર ને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. નવા વિસ્તારોમાં સરસપૂર, અસારવા, ગોમતી પુરનો સમાવેશ થાય છે.  અગાઉ દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, ખાડિયા, દરિયાપુર અને શાહપુર આ 6 વોર્ડના વિસ્તાર રેડઝોન જાહેર કરાયા હતા.

વધુમાં વિજય નેહરાએ જણાવ્યું હતુ કે, એક બીજા માણસોથી અંતર રાખવુ, વારંવાર સાબુથી હાથ ધોવાનું રાખીએ. કોરોનાની મહામારીને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદનો રેડ ઝોનમાં સમાવેશ છે. જેથી આ બધી તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે.

અત્યાર સુધીમાં તમામ ફેરીઆઓને 20 હજાર 270 માસ્કનું વિતરણ કરવામાં આવ્યા છે. 4354 સેનેટાઈઝરની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરીજનોએ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. 104 જેટલી ટીમ દ્વારા આ નિયમનો અમલ કરવામાં આવી રહ્યો છે. જંગી પ્રમાણમાં સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.