Not Set/ જાણો, છેલ્લા ૨૪ વર્ષમાં ISROના રિટાયર્ડ વૈજ્ઞાનિકની ધરપકડથી લઈ બેદાગ હોવાની સંપૂર્ણ કહાની

નવી દિલ્હી, ૨૪ વર્ષ બાદ કોઈ વ્યક્તિના મુખ પર એક મુસ્કાન શું હોય છે તે, શુક્રવારે ઈસરોના રિટાયર્ડ વૈજ્ઞાનિક એસ નંબી નારાયણન પોતે તેમજ તેઓના પરિવારજનોથી વધુ કોને હોઈ શકે છે. ઈસરોના રિટાયર્ડ વૈજ્ઞાનિક એસ નંબી નારાયણન માટે ૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૮ એટલે કે આજનો દિવસ એટલા માટે ખુશીનો છે, કારણ કે એક વૈજ્ઞાનિક તરીકે પોતાના […]

Top Stories India Trending
04 05 2018 isro nambi narayanan જાણો, છેલ્લા ૨૪ વર્ષમાં ISROના રિટાયર્ડ વૈજ્ઞાનિકની ધરપકડથી લઈ બેદાગ હોવાની સંપૂર્ણ કહાની

નવી દિલ્હી,

૨૪ વર્ષ બાદ કોઈ વ્યક્તિના મુખ પર એક મુસ્કાન શું હોય છે તે, શુક્રવારે ઈસરોના રિટાયર્ડ વૈજ્ઞાનિક એસ નંબી નારાયણન પોતે તેમજ તેઓના પરિવારજનોથી વધુ કોને હોઈ શકે છે.

ઈસરોના રિટાયર્ડ વૈજ્ઞાનિક એસ નંબી નારાયણન માટે ૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૮ એટલે કે આજનો દિવસ એટલા માટે ખુશીનો છે, કારણ કે એક વૈજ્ઞાનિક તરીકે પોતાના પર જાસૂસીના આરોપ અને હવે ૨૪ વર્ષ બાદ સંપૂર્ણ રીતે બેદાગ.

Former ISRO scientist S Nambi Narayanan જાણો, છેલ્લા ૨૪ વર્ષમાં ISROના રિટાયર્ડ વૈજ્ઞાનિકની ધરપકડથી લઈ બેદાગ હોવાની સંપૂર્ણ કહાની
NATIONAL- 24 years Isro-spy case-arrest story-scientist-nambi-narayanan

હકીકતમાં ભારતીય સ્પેસ એજન્સી ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)ના રિટાયર્ડ રોકેટ વૈજ્ઞાનિક એસ નંબી નારાયણન પર છેલ્લા ૧૪ વર્ષ દરમિયાન ષડયંત્ર, જાસૂસી, ધરપકડ, આરોપ ત્યારબાદ કોર્ટની તારીખ પર તારીખ.

૨૪ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, ઈસરોના રિટાયર્ડ વૈજ્ઞાનિક એસ નંબી નારાયણનની કેરળ પોલીસ દ્વારા વિના કોઈ કારણ ધરપકડ કરી હતી અને તેઓને માનસિક રીતે હેરાન કર્યા હતા. આ ઉપરાંત દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ઈસરોના આ વૈજ્ઞાનિકને ૫૦ લાખ રૂપિયાનું વળતર માટે પણ આદેશ આપ્યો છે.

જાણો, ઈસરોના રિટાયર્ડ વૈજ્ઞાનિક એસ નંબી નારાયણનની ૨૪ વર્ષમાં જાસૂસીથી લઇ બેદાગ સાબિત થવાની આ કહાની :

વર્ષ ૧૯૯૪માં પ્રથમવાર થઇ ધરપકડ : 

espionage narayanan ernakulam scientiest banglore accused business c8d8a5e4 1c87 11e8 98c0 31c951fae3be જાણો, છેલ્લા ૨૪ વર્ષમાં ISROના રિટાયર્ડ વૈજ્ઞાનિકની ધરપકડથી લઈ બેદાગ હોવાની સંપૂર્ણ કહાની

એસ નંબી નારાયણન સૌ પ્રથમ નવેમ્બર, ૧૯૯૪માં ઈસરોના સ્વદેશી ક્રાયોજનિક એન્જિનની ડ્રોઈંગની ગુપ્ત જાણકારી પાકિસ્તાનને આપવાના આરોપમાં ટોપ વૈજ્ઞાનિક અને ક્રાયોજનિક પ્રોજેક્ટના ડાયરેક્ટર નારાયણન અને બે વૈજ્ઞાનિક ડી શશિધરન અને ડેપ્યુટી ડાયરેક્ટર ચંદ્રશેખરની ધરપકડ કરવામાં આવી

ડિસેમ્બર, ૧૯૯૪ :

આ મામલાની તપાસ CBIને સોપવામાં આવી. CBIએ પોતાની તપાસમાં ઇન્ટેલિજન્સ બ્યુરો અને કેરળ પોલીસના આરોપોને યોગ્ય ઠેરવ્યા ન હતા.

જાન્યુઆરી, ૧૯૯૫ :

ઈસરોના બે વૈજ્ઞાનિક અને એક બિઝનેસમેનને જમાનત પર છોડવામા આવ્યા.

એપ્રિલ, ૧૯૯૬ :

CBI દ્વારા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતના એક રિપોર્ટમાં બતાવવામાં આવ્યું, આ મામલો એક ફ્રોડ છે અને આરોપોના પક્ષમાં કોઈ પુરાવાઓ નથી.

મે, ૧૯૯૬ :

કોર્ટ દ્વારા CBIની રિપોર્ટનો સ્વીકાર કરવામાં આવ્યો અને ઈસરોની જાસૂસીના આરોપમાં ફસાયેલા તમામ આરોપીઓને છોડવામાં આવ્યા.ત્યારબાદ CPMની નવી સરકાર દ્વારા આ મામલે ફરીથી તપાસના આદેશ આપ્યા હતા.

Nambi Narayanan જાણો, છેલ્લા ૨૪ વર્ષમાં ISROના રિટાયર્ડ વૈજ્ઞાનિકની ધરપકડથી લઈ બેદાગ હોવાની સંપૂર્ણ કહાની
NATIONAL- 24 years Isro-spy case-arrest story-scientist-nambi-narayanan

મે, ૧૯૯૮ :

સુપ્રીમ કોર્ટ દ્વારા કેરળ સરકારે ફરીથી તપાસ કરવા માટે આપેલા આદેશને ફગાવવામાં આવ્યો.

વર્ષ ૧૯૯૯ :

આરોપોમાં ફસાયેલા વૈજ્ઞાનિક નારાયણન દ્વારા વળતર માટે એક પીટીશન દાખલ કરવામાં આવી. ૨૦૦૧માં રાષ્ટ્રીય માનવઅધિકાર પંચ દ્વારા કેરળ સરકારને નુકશાનની ભરપાઈ માટે આદેશ આપ્યો, પરંતુ કેરળ સરકાર દ્વારા આ આદેશને ઉપલી કોર્ટમાં પડકારવામાં આવ્યો.

સપ્ટેમ્બર, ૨૦૧૨ :

52182 veydclacmo 1487930488 જાણો, છેલ્લા ૨૪ વર્ષમાં ISROના રિટાયર્ડ વૈજ્ઞાનિકની ધરપકડથી લઈ બેદાગ હોવાની સંપૂર્ણ કહાની
NATIONAL- 24 years Isro-spy case-arrest story-scientist-nambi-narayanan

કેરળ હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને નારાયણનને ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવા માટે આદેશ આપવામાં આવ્યો.

એપ્રિલ, ૨૦૧૭ :

સુપ્રીમ કોર્ટ દ્વારા નારાયણનની અરજી પર એ પોલીસ અધિકારીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી જેઓએ વૈજ્ઞાનિકને ખોટી રીતે  આ કેસમાં ફસાયા હતા.

ત્યારબાદ નારાયણનને કેરળ હાઈકોર્ટના એ આદેશ વિરુધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે, પૂર્વ DGP અને પોલીસના બે રિટાયર્ડ સુપ્રિટેન્ડેન્ટ કે કે જોશુઆ અને એસ વિજયન વિરુધ કોઈ પણ કાર્યવાહી કરવાની જરૂરત નથી.

Nambi Narayanan 1 જાણો, છેલ્લા ૨૪ વર્ષમાં ISROના રિટાયર્ડ વૈજ્ઞાનિકની ધરપકડથી લઈ બેદાગ હોવાની સંપૂર્ણ કહાની
NATIONAL- 24 years Isro-spy case-arrest story-scientist-nambi-narayanan

મે, ૨૦૧૮ :

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વવાળી ત્રણ જજોની બેંચ દ્વારા જણાવવામાં આવ્યું કે, તેઓ નારાયણનને ૭૫ લાખ રૂપિયાનું વળતર અને તેઓની પ્રતિષ્ઠા પર લાગેલા દાગને દુર કરવા અંગે વિચાર કરી રહ્યા છે.

૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૮ :

સુપ્રીમ કોર્ટ દ્વારા ઉત્પીડનનો શિકાર બનેલા ઈસરો વૈજ્ઞાનિક નારાયણનને ૫૦ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો. સાથે સાથે એક જ્યુડિશિયલ તપાસ માટે પણ આદેશ આપ્યા છે.