કાર અકસ્માત/ ભાવનગરમાં વાઘાવાડી રોડ બે કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત

ભાવનગર શહેરમાં મોડીરાત્રે અકસ્માતની ઘટના બની હતી. શહેરના વાઘાવાડી રોડ પર પરિમલ ચોક નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Gujarat Others
અકસ્માત
  • ભાવનગર શહેરમાં અકસ્માતની ઘટના
  • વાઘાવાડી રોડ પર 2 કાર વચ્ચે અકસ્માત
  • અકસ્માત બાદ કાર પલટી મારી ગઈ
  • અકસ્માતમાં કારચાલકને સામાન્ય ઈજા
  • ઘટનામાં બંને કારને ભારે નુકસાન થયું

ગુજરાતમાં અકસ્માતની ઘટનાનો સિલસિલો યથવાત જોવા મળી રહ્યો છે. એક પછી એક સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.  ભાવનગર શહેરમાં મોડીરાત્રે અકસ્માતની ઘટના બની હતી. શહેરના વાઘાવાડી રોડ પર પરિમલ ચોક નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી ઈકો કાર અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જે બાદ કાર પલટી મારી ગઈ હતી. ત્યારે આ અકસ્માતમાં કારચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટનામાં બંને કારને ભારે નુકસાન થયું હતું. બનાવને લઈ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

આ પણ વાંચો :રાજ્યમાં કોરોના મહામારીએ 1 હજારથી વધુ બાળકોને કર્યા અનાથ

આ પણ વાંચો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 45 કેસ,ઓમિક્રોન વેરિઅન્ટથી લોકોમાં દહેશત…

આ પણ વાંચો :ભાજપ પ્રત્યેક જિલ્લા કાર્યાલયમાં ખોલશે લાઈબ્રેરી

આ પણ વાંચો : જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક વર્ષ માં 96 ખાદ્ય પદાર્થ ની વસ્તુઓના નમૂના લીધા.