મોટી સિદ્ધિ/ જુનાગઢ મનપાએ દુનિયાની પ્રથમ વોટર ક્રેડિટ મેળવી ગૌરવ વધારીને વિશ્વમાં ડંકો વગાડ્યો

રિપોર્ટર@ અમ્માર ભખાઈ, જુનાગઢ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા 2014 થી પાણી સંગ્રહ માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કે ઘરે ઘરે વરસાદી પાણી નો સંગ્રહ થાય અને બોરના તળ ઊંચા આવે જેને લઇ કામગીરી કરવામાં આવી રહી હતી. અત્યાર સુધીમાં 600 કીટો શહેરના જુદા જુદા વિસ્તારોમાં લગાડવામાં આવી છે. જેના પગલે મહાનગરપાલિકાને […]

Gujarat Others
જુનાગઢ મનપા જુનાગઢ મનપાએ દુનિયાની પ્રથમ વોટર ક્રેડિટ મેળવી ગૌરવ વધારીને વિશ્વમાં ડંકો વગાડ્યો

રિપોર્ટર@ અમ્માર ભખાઈ, જુનાગઢ

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા 2014 થી પાણી સંગ્રહ માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કે ઘરે ઘરે વરસાદી પાણી નો સંગ્રહ થાય અને બોરના તળ ઊંચા આવે જેને લઇ કામગીરી કરવામાં આવી રહી હતી. અત્યાર સુધીમાં 600 કીટો શહેરના જુદા જુદા વિસ્તારોમાં લગાડવામાં આવી છે. જેના પગલે મહાનગરપાલિકાને વોટર ક્રેડિટ મળ્યું છે.

cb19c139 ca80 4b35 8f37 69c283b3cf1a 1688641798290 જુનાગઢ મનપાએ દુનિયાની પ્રથમ વોટર ક્રેડિટ મેળવી ગૌરવ વધારીને વિશ્વમાં ડંકો વગાડ્યોee9f2b36 557f 4b71 b8e7 c4641721caae 1688641798288 જુનાગઢ મનપાએ દુનિયાની પ્રથમ વોટર ક્રેડિટ મેળવી ગૌરવ વધારીને વિશ્વમાં ડંકો વગાડ્યો

જુનાગઢ મહાનગરપાલિકાને મળેલી આ સિદ્ધિ અને યુનિવર્સલ કાર્બન રજીસ્ટર નામની સંસ્થા દ્વારા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં 90 લાખ યુનિટ વોટર ક્રેડિટ મળી છે સાથે હસનાપુર ડેમમાં પાણીનો ઉપયોગ કરીને મહાનગરપાલિકાએ સૌથી મોટું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી આ સિદ્ધિ હાંસલ કરી છે.

86752276 f22e 43ab ac57 8d852453b9c1 1688641798290 જુનાગઢ મનપાએ દુનિયાની પ્રથમ વોટર ક્રેડિટ મેળવી ગૌરવ વધારીને વિશ્વમાં ડંકો વગાડ્યોaa13ed3c 6037 4996 9e81 d16bfe1a7101 1688641798292 જુનાગઢ મનપાએ દુનિયાની પ્રથમ વોટર ક્રેડિટ મેળવી ગૌરવ વધારીને વિશ્વમાં ડંકો વગાડ્યો

જૂનાગઢને આ ગૌરવ મળતાની સાથે જ આગામી સમયમાં મહાનગરપાલિકાની આવકમાં પણ વધારો થશે કારણ કે 90 લાખ યુનિટ પાણી બજારમાં વેચી શકશે અને તેમાંથી થનારી આવક મહાનગરપાલિકાના વિકાસ માટે કામ લાગશે. આમ જુનાગઢ મહાનગરપાલિકાએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી અને ગુજરાત સહિત વિશ્વ ફલક પર ડંકો વગાડ્યો છે