Global Peace Index 2023/ વિશ્વના સૌથી શાંતિપ્રિય અને અશાંત દેશોના નામ, ભારતને 126મું સ્થાન મળ્યું

વૈશ્વિક શાંતિ સૂચકાંક 2023 (Global Peace Index 2023) IP દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. વિશ્વના સૌથી શાંતિપૂર્ણ દેશ તરીકે આ લિસ્ટમાં આઇલેન્ડે સ્થાન મેળવ્યું છે. આ લિસ્ટમાં 163 દેશોની યાદીમાં ભારતને 126મું સ્થાન મળ્યું છે. અફઘાનિસ્તાનને સતત 5મા વર્ષે વિશ્વના સૌથી મુશ્કેલીગ્રસ્ત દેશ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ગ્લોબલ પીસ ઈન્ડેક્સ રેન્કિંગ ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈકોનોમિક્સ […]

Education World
Global Peace Index 2023 વિશ્વના સૌથી શાંતિપ્રિય અને અશાંત દેશોના નામ, ભારતને 126મું સ્થાન મળ્યું

વૈશ્વિક શાંતિ સૂચકાંક 2023 (Global Peace Index 2023) IP દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. વિશ્વના સૌથી શાંતિપૂર્ણ દેશ તરીકે આ લિસ્ટમાં આઇલેન્ડે સ્થાન મેળવ્યું છે. આ લિસ્ટમાં 163 દેશોની યાદીમાં ભારતને 126મું સ્થાન મળ્યું છે. અફઘાનિસ્તાનને સતત 5મા વર્ષે વિશ્વના સૌથી મુશ્કેલીગ્રસ્ત દેશ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

ગ્લોબલ પીસ ઈન્ડેક્સ રેન્કિંગ ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પીસ (IEP) દ્વારા વાર્ષિક ધોરણે જાહેર કરવામાં આવે છે. તાજેતરમાં જ IEP દ્વારા ‘ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2023’ બહાર પાડવામાં આવ્યો છે. આ યાદીમાં દુનિયાભરના કુલ 163 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ લિસ્ટમાં આઇસલેન્ડે સૌથી શાંતિપૂર્ણ દેશ તરીકે પોતાની જગ્યા બનાવી છે. 2008 થી વિશ્વ શાંતિ સૂચકાંકમાં આ ટાપુ સતત પ્રથમ સ્થાને છે. આ સિવાય અફઘાનિસ્તાનને વિશ્વમાં સૌથી વધુ મુશ્કેલીગ્રસ્ત દેશ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. અફઘાનિસ્તાન સતત પાંચમી વખત વિશ્વ શાંતિ સૂચકાંકમાં છેલ્લું સ્થાન મેળવ્યું છે. ચાલો જાણીએ કે વિશ્વના ટોપ-10 શાંતિપ્રિય અને ટોપ-10 અશાંત દેશોની યાદીમાં કોણે સ્થાન બનાવ્યું છે.

આ પણ વાંચોઃ CM Bhupendra Patel-Tapi/ CM ભુપેન્દ્ર પટેલ તાપીના ગ્રામીણ વિસ્તારોની મુલાકાતેઃ કુકરમુડા આઇટીઆઇની મુલાકાત લીધી

વૈશ્વિક શાંતિ સૂચકાંક 2023: વિશ્વના ટોચના-10 શાંતિપૂર્ણ દેશોની યાદી
પ્રથમ સ્થાન: આઈસલેન્ડ
2જું સ્થાન: ડેનમાર્ક
ત્રીજું સ્થાન: આયર્લેન્ડ
ચોથું સ્થાન: ન્યુઝીલેન્ડ
પાંચમું સ્થાન: ઓસ્ટ્રિયા
6ઠ્ઠું સ્થાન: સિંગાપોર
સાતમું સ્થાનઃ પોર્ટુગલ
આઠમું સ્થાન: સ્લોવેનીયા
નવમું સ્થાન: જાપાન
10મું સ્થાન: સ્વિત્ઝર્લેન્ડ

આ પણ વાંચોઃ સ્ટંટ ભારે પડ્યો/ અમદાવાદ પોલીસે ‘કાર મેરે બાપ કી હૈ, રોડ નહીં’નું બોર્ડ પકડાવી નબીરાઓને સબક શીખવ્યો

ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2023: વિશ્વના ટોપ-10 મુશ્કેલીગ્રસ્ત દેશોની યાદી
163મું સ્થાન: અફઘાનિસ્તાન
162મું સ્થાન: યમન
161મું સ્થાન: સીરિયા
160મું સ્થાન: દક્ષિણ સુદાન
159મું સ્થાન: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો
158મું સ્થાન: રશિયા
157મું સ્થાન: યુક્રેન
156મું સ્થાન: સોમાલિયા
155મું સ્થાન: સુદાન
154મું સ્થાન: ઈરાક

આ પણ વાંચોઃ Chandrayaan 3/ ચંદ્રયાન-3 મિશન 14 જુલાઇના રોજ લોન્ચ કરાશે, ઇસરોએ સંપૂર્ણ શેડ્યૂલ જણાવ્યુ

વૈશ્વિક શાંતિ સૂચકાંક 2023: ભારતને 126મું સ્થાન મળ્યું
ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2023માં ભારત 126મા ક્રમે છે. ગયા વર્ષની સરખામણીમાં ભારતનો ફાયદો થયો છે, ગયા વર્ષે ભારતે 135મો રેન્ક મેળવ્યો હતો જે ઘટીને 126મું થઈ ગયું છે. આ વર્ષે ભારતને 2.314નો સ્કોર મળ્યો છે. ભારતના પડોશી દેશોમાં, ભૂતાનને વિશ્વમાં 17મું સ્થાન મળ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાનને 146મું, બાંગ્લાદેશને 88મું, નેપાળને 79મું, માલદીવને 23મું અને શ્રીલંકાને 107મું સ્થાન મળ્યું છે. આ સાથે મ્યાનમારને 145મું સ્થાન આપવામાં આવ્યું છે અને ચીનને 80મું સ્થાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Child Police Station Room/ ચાઈલ્ડ પોલીસ સ્ટેશન રૂમઃ અમદાવાદ શહેર પોલીસનો નવતર અભિગમ

આ પણ વાંચોઃ Employment-Gujarat/ રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ