Modi-Musk/ મોદી ભારતને અપાર સંભાવનાઓ તરીકે પ્રસ્તુત કરી રહ્યા છેઃ મસ્ક

ભારતના વડાપ્રધાન મોદી ચાર દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. આ પ્રવાસમાં તેઓ એલન મસ્કને મળ્યા હતા. આ મુલાકાત પછી ફક્ત પીએમ મોદી જ નહી પણ એલન મસ્ક પણ ખૂબ જ ખુશ હતા.

World Trending
Modi Musk મોદી ભારતને અપાર સંભાવનાઓ તરીકે પ્રસ્તુત કરી રહ્યા છેઃ મસ્ક

ભારતના વડાપ્રધાન મોદી ચાર દિવસ માટે અમેરિકાના Modi-Musk પ્રવાસે છે. આ પ્રવાસમાં તેઓ એલન મસ્કને મળ્યા હતા. આ મુલાકાત પછી ફક્ત પીએમ મોદી જ નહી પણ એલન મસ્ક પણ ખૂબ જ ખુશ હતા. તેઓએ ગઈ કાલે ટેસ્લાના CEO અને ટ્વિટરના માલિક એલન મસ્ક સાથે મુલાકાત કરી હતી. મુલાકાત પછી એલન મસ્ક ખૂબ ખુશ નજરે આવ્યાં હતાં. તેમણે PM મોદીના વખાણ કરતા મસ્કે કહ્યું PM સાથેની મુલાકાત શાનદાર રહી. હું તેમનો ફેન છું. થોડા સમય પહેલા તેઓ અમારી ફેકટરી આવ્યા હતા. તેથી અમે એકબીજાને જાણીએ છીએ. હું ભારતના ભવિષ્ય માટે અવિશ્વસનીય રીતે ઉત્સાહિત છું. મને લાગે છે કે દુનિયાના કોઈ પણ મોટા દેશની તુલનામાં ભારતમાં વધુ સંભાવનાઓ છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમેરિકાના બિઝનેસ મેન, અર્થશાસ્ત્રીઓ, કલાકાર, વૈજ્ઞાનિકો, લેખકોને મળવાના છે.

ટ્વિટરના વડાએ કહ્યું, “PM મોદી ખરેખર ભારતની ચિંતા Modi-Musk કરે છે. તેઓ અમને ભારતમાં નોંધપાત્ર રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. અમારે માત્ર યોગ્ય સમય શોધવાનો છે. તે ખરેખર ભારત માટે યોગ્ય કાર્ય કરે છે.” તેઓ કંપનીઓને મદદરૂપ બનવા માંગે છે”

2015માં મસ્ક સાથે કરી હતી મુલાકાત
વડાપ્રધાને અગાઉ 2015માં કેલિફોર્નિયામાં એલોન મસ્કની ટેસ્લા મોટર્સ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. તે સમયે તે ટ્વિટરના માલિક બન્યા ન હતા. એલન મસ્ક સાથે વડા પ્રધાનની મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ટેસ્લા Modi-Musk ભારતમાં તેની ફેક્ટરી સ્થાપવા માટે સ્થાન શોધી રહી છે. વડાપ્રધાન મંગળવારે રાત્રે ન્યુયોર્ક ઉતર્યા બાદ વિવિધ ક્ષેત્રના લગભગ બે ડઝન નિષ્ણાંતો સાથે મુલાકાત કરી રહ્યા છે. તેમાં નોબેલ પુરસ્કાર વિજેતા, અર્થશાસ્ત્રીઓ, કલાકારો, વૈજ્ઞાનિકો, વિદ્વાનો, ઉદ્યમીઓ, શિક્ષણવિદો અને આરોગ્ય નિષ્ણાતોનો સમાવેશ થાય છે. ઈલોન મસ્ક ઉપરાંત પીએમ મોદી લેખક રોબર્ટ થરમન અને આંકડાશાસ્ત્રી નિકોલસ નસીમ તાલેબને પણ મળ્યા છે.

આ પણ વાંચોઃ Modi-Micron Technology/ મોદીના અમેરિકામાં આગમન સાથે જ આ કંપનીના ભારતમાં બે અબજ ડોલરના રોકાણને મળી મંજૂરી

આ પણ વાંચોઃ Yog Studio/ આંતરરાષ્ટ્રીય યોગ દિને 21 યોગ સ્ટુડિયો શરૂ કરવાની સીએમની જાહેરાત

આ પણ વાંચોઃ Modi-Thinktank/ PM મોદીની શિક્ષણવિદો અને થિન્ક ટેન્ક ગ્રુપના સભ્યો સાથે મુલાકાત

આ પણ વાંચોઃ International Yog Day/ યોગ હવે વૈશ્વિક આંદોલનઃ પીએમ મોદી

આ પણ વાંચોઃ ENG Vs AUS/ એશિઝની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને બે વિકેટથી હરાવ્યું,કમિન્સ અને લિયોને 55 રનની ભાગીદારીએ અપાવી જીત