Not Set/ સાયરા બાનોને હોસ્પિટલમાંથી મળી રજા, જાણો કેવી છે હવે તબિયત

બોલિવૂડના દિવંગત અભિનેતા દિલીપ કુમારની પત્ની પ્રખ્યાત અભિનેત્રી સાયરા બાનો હવે સ્વસ્થ થઈ ગયા છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે….

Trending Entertainment
સાયરા બાનો

બોલિવૂડના દિવંગત અભિનેતા દિલીપ કુમારની પત્ની પ્રખ્યાત અભિનેત્રી સાયરા બાનો હવે સ્વસ્થ થઈ ગયા છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે સાયરા બાનોની તબિયત લાંબા સમયથી ખરાબ થઈ રહી હતી. જે બાદ તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા સિડનાઝ, કરી ચુક્યા હતા સિક્રેટ સગાઈ

થોડા દિવસો પહેલા, લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે સાયરા બાનોને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર કરનાર ડોક્ટરે પુષ્ટિ કરી હતી કે સાયરા બાનોએ વેન્ટ્રિક્યુલર ફેલ્યુઅરે થયું હતું. સાયરા બાનો 77 વર્ષના છે અને પતિ દિલીપ કુમારના નિધન બાદ તે આઘાતમાં હતા. તેના પરિવારે પુષ્ટિ કરી છે કે તે બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા હતા.

a 63 સાયરા બાનોને હોસ્પિટલમાંથી મળી રજા, જાણો કેવી છે હવે તબિયત

આપને જણાવી દઈએ કે, ખાનગી સમાચારના અહેવાલ મુજબ આ સમાચાર ખોટા છે. સાયરાની સારવાર કરી રહેલા ડૉક્ટર નીતિન ગોખલેએ કહ્યું કે, ‘સાયરાજી ડિપ્રેશનથી પીડિત નથી અને તેમણે એન્જીયોગ્રાફી કરાવવાની ના નથી પાડી.’ ’ ડૉ. ગોખલે આગળ જણાવે છે કે, તેમની એન્જીયોગ્રાફી થોડા દિવસો પછી કરવામાં આવશે કારણ કે પહેલા અમારે તેમનું ડાયાબિટીસ કંટ્રોલ કરવું પડશે. તેથી તેમના ના કહેવાનો કોઈ પ્રશ્ન નથી. ડૉ. ગોખલેએ ખુલાસો કર્યો કે સાયરા બાનો હવે ICUની બહાર છે. આ વિશે ડૉ. જણાવે છે કે, તેઓ એક રૂમમાં છે. તેઓ પહેલા કરતા સ્વસ્થ છે.

આ પણ વાંચો :WWE સુપરસ્ટાર John Cena એ સિદ્ધાર્થ શુક્લાને આપી આ રીતે શ્રદ્ધાંજલિ

આપને જણાવી દઈએ કે, સાયરાનો જન્મ 23 ઓગસ્ટ 1944ના રોજ મસૂરીમાં થયો હતો. તેમણે બોલીવૂડને ઘણી હિટ ફિલ્મો આપી છે. સાલ 1966 માં તેમણે પોતાના કરતા 22 વર્ષ મોટા દીલિપ કુમાર સાથે લગ્ન કર્યા હતા.

a 64 સાયરા બાનોને હોસ્પિટલમાંથી મળી રજા, જાણો કેવી છે હવે તબિયત

સાયરા બાનોનું અસલી નામ નસીમ બાનો છે. તેમણે ફિલ્મ જંગલીથી કારકિર્દીની શરૂઆત કરી હતી. સેલિબ્રિટી નેટવર્થ રિપોર્ટના અનુસાર, સાયરા બાનો આજે લગભગ 627કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. મુંબઇના આલિશાન બંગલામાં પતિ સાથે રહેતી હતી તેની કિંમત જ રૂપિયા 350 કરોડ હોવાનું કહેવાય છે. બાંદરાના પાલીહિલ વિસ્તારમાં તેમનો બંગલો આવેલો છે.

ઉલ્લેખનીય છે કે, સાયરાએ 22 વરસની વયે પોતાના કરતા વયમાં 22 વરસ મોટા દીલિપ કુમાર સાથે લગ્ન કર્યા હતા. સાયરાને કોઇ સંતાન નથી.

આ પણ વાંચો : રાનુ મંડળની બાયોપિક ફિલ્મમાં આ અભિનેત્રી કામ કરશે…

આ પણ વાંચો :સલમાન ખાન અને કેટરીના કૈફને મળ્યા તુર્કીના મંત્રી, જુઓ ફોટો

આ પણ વાંચો :સિદ્ધાર્થ શુક્લાની યાદમાં રાહુલ વૈદ્યે લાઇવ કોન્સર્ટ દરમિયાન ગીત ગાયું,વીડિયો થઇ રહ્યો છે વાયરલ