Tellywood/ કપિલ શર્માના ઘરે ફરી ગુંજી કિલકારીઓ, પત્ની ગિન્નીએ આપ્યો બેબી બોયને જન્મ

કપિલ શર્માએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘નમસ્કાર, આજે સવારે અમને ભગવાનના આશીર્વાદ રૂપે એક પુત્ર મળ્યો છે, ભગવાનની કૃપાથી બાળક અને માતા બંને સ્વસ્થ છે, તમારા પ્રેમ અને પ્રાર્થના માટે આભાર. ગિન્ની અને કપિલ. “

Entertainment
a 3 કપિલ શર્માના ઘરે ફરી ગુંજી કિલકારીઓ, પત્ની ગિન્નીએ આપ્યો બેબી બોયને જન્મ

ટીવી કોમેડિયન કપિલ શર્મા બીજી વાર પિતા બન્યો છે. કપિલે આજે વહેલી સવારે સારા સમાચાર ચાહકો સાથે આ શેર કર્યા છે. તેણે ટ્વીટ કર્યું કે તેની પત્ની ગિન્નીએ એક પુત્રને જન્મ આપ્યો છે. આ સાથે જ તેણે કહ્યું કે માતા અને બાળક બંને સ્વસ્થ છે.

કપિલ શર્માએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘નમસ્કાર, આજે સવારે અમને ભગવાનના આશીર્વાદ રૂપે એક પુત્ર મળ્યો છે, ભગવાનની કૃપાથી બાળક અને માતા બંને સ્વસ્થ છે, તમારા પ્રેમ અને પ્રાર્થના માટે આભાર. ગિન્ની અને કપિલ. “

થોડા દિવસો પહેલા હાસ્ય કલાકાર કપિલ શર્માએ પુષ્ટિ આપી હતી કે તે અને પત્ની ગિન્ની તેમના બીજા સંતાનની અપેક્ષા કરી રહ્યા છે. ટ્વિટર પર પ્રશ્વ વાળા  સેક્શન હેશટેગ AskKapil માં તેણે પોતાનો પ્રિય કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ બંધ થવાનું કારણ જાહેર કર્યું અને કહ્યું કે ગિન્ની ગર્ભવતી છે.

એક ટ્વિટર યુઝરે પૂછ્યું, ‘તમે તમારા શો કપિલ શર્માને કેમ ઓફ એયર કરી રહ્યાં છો. આ અંગે પ્રતિક્રિયા આપતાં હાસ્ય કલાકારે કહ્યું કે, બીજા બાળકને આવકારવા મારે મારી પત્ની સાથે ઘરે રહેવાની જરૂર છે.

આપને જણાવી દઈએ કે ડિસેમ્બર 2019 માં કપિલ અને ગિન્નીની પહેલી સંતાન-પુત્રી અનાયરાનો જન્મ થયો હતો. ગયા વર્ષે જાન્યુઆરીમાં, હાસ્ય કલાકારે અનાયરાની તસવીરો ટ્વિટર પર શેર કરી હતી.

આ સાથે, આપને જણાવી દઈએ કે કપિલ શર્માની પુત્રી અનારયા 10 ડિસેમ્બરે એક વર્ષની થઇ છે. જેથી તેનો નાનો ભાઈ તેના કરતા માત્ર એક વર્ષ નાનો છે. કપિલ અને ગીન્નીએ ડિસેમ્બર 2018માં લગ્ન કર્યા હતા, ગિન્ની ગર્ભવતી હોવાના સમાચાર જુલાઈમાં બહાર આવ્યા હતા. કપિલ દ્વારા પાછળથી તેની પુષ્ટિ કરવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો