Not Set/ અક્સ્માત નડતાં એક જ પરિવારના 7 બાળકોના મોત, પુરા બોડેલી પંથકમાં શોકનો માહોલ

બોડેલી બોડેલીના ડભોઈ રોડ પર રહેતા સલીમભાઇ રજજાકભાઈ ખત્રી તેઓ તેમના ભાઈઓ સાથે રહે છે. સલીમભાઇ ખત્રીના બહેન પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે લગ્ન કર્યા છે  તેમનો ભાઈ તથા સલીમભાઈનો દીકરા મો.બિલાલ, મો.રઉફ, મો.તાહિર અલ્તાફભાઈના બે બાળકો મો.સાજીદ, અસ્માબાનું, તથા તસ્લિમભાઈ ના બે બાળકો ગુલઅફરોજબાનુ ,મો.યુસુફ તેમજ ચોથા ભાઈ સાહિદ અખતરની દીકરીઓ  હબસાબાનું તથા ઉમિયા હબીબા, ૯ […]

Top Stories Gujarat Trending
death અક્સ્માત નડતાં એક જ પરિવારના 7 બાળકોના મોત, પુરા બોડેલી પંથકમાં શોકનો માહોલ

બોડેલી

બોડેલીના ડભોઈ રોડ પર રહેતા સલીમભાઇ રજજાકભાઈ ખત્રી તેઓ તેમના ભાઈઓ સાથે રહે છે. સલીમભાઇ ખત્રીના બહેન પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે લગ્ન કર્યા છે  તેમનો ભાઈ તથા સલીમભાઈનો દીકરા મો.બિલાલ, મો.રઉફ, મો.તાહિર

death 1 2 અક્સ્માત નડતાં એક જ પરિવારના 7 બાળકોના મોત, પુરા બોડેલી પંથકમાં શોકનો માહોલ

અલ્તાફભાઈના બે બાળકો મો.સાજીદ, અસ્માબાનું, તથા તસ્લિમભાઈ ના બે બાળકો ગુલઅફરોજબાનુ ,મો.યુસુફ તેમજ ચોથા ભાઈ સાહિદ અખતરની દીકરીઓ  હબસાબાનું તથા ઉમિયા હબીબા, ૯ બાળકો સાથે હાલોલ ખાતે તેમની બહેને મળવા માટે ગયા હતા.

ત્યારે બહેનને સરપ્રાઇસ આપવા માટે તેને અમે આવવાના છે,તે જણાવ્યુ ન હતુ અને શનિવાર  રવિવાર ની રજાઓ આવતા  તસ્લીમ ભાઈ બાળકોને લઈ તેમની બહેનને ત્યાં ગયા હતા અને ત્યા જમી પરવારી રાત્રી દરમિયાન બોડેલી પરત આવવા માટે નીકળ્યા હતા ત્યારે રાત્રિના આસરે ૧૧-૩૦ વાગ્યાના અરસામાં જાંબુઘોડાના ભાટ ગામ નજીક ગાડીનું પાછલું વ્હીલ નીકળી જતાં ગાડી પલટી ખાઈ હતી અને રોડની બાજુમાં એક પાણી ભરેલા નાળામાં ખાબકી હતી.

death 1 3 અક્સ્માત નડતાં એક જ પરિવારના 7 બાળકોના મોત, પુરા બોડેલી પંથકમાં શોકનો માહોલ

કાર ચાલક તેમજ  બાળકોની ચિચિયારીઓ કરતાં નજીકના મકાનો માથી સ્થાનિકો દોડી આવ્યા હતા .જેઓએ પાણીમાં ઉતરી ગાડી ના કાચ તોડી અને બાળકોને કાઢવાની કોશિસ કરી હતી.

જેમાથી કાર ચાલક તેમજ બે બાળકીઓને બહાર કાઢી લેવાઈ હતી જ્યારે એક બાળકી ગંભીર હોય તેને બોડેલીની ખાનગી હોસ્પિટલે ખસેડાઇ હતી જ્યારે બીજા સાત બાળકો કારની અંદર જ ડૂબી રહ્યા હતા.

death 1 4 અક્સ્માત નડતાં એક જ પરિવારના 7 બાળકોના મોત, પુરા બોડેલી પંથકમાં શોકનો માહોલ

.કાર નાળામાં ખાબકતાં નાળામાં ભરાયેલા આખી કાર પાણી માં ગરકાવ થઈ ગઈ હતી આ ઘટનાની જાણ બોડેલી ખાતે તેમના પરિવાર ને કરાતા પરિવાર સહિત બોડેલી માં રહેતા તેમના સગા સબંધીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જાંબુઘોડા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

death 1 1 અક્સ્માત નડતાં એક જ પરિવારના 7 બાળકોના મોત, પુરા બોડેલી પંથકમાં શોકનો માહોલ

કારને દોરડાથી બાંધી બહાર કાઢવામાં આવી હતી અને કારનો દરવાજો ખોલી કારમાથી બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ આ દરમિયાન સાત બાળકોના મોત નીપજી ગયા હતા.

સાત બાળકોના મોત થતાં બોડેલી પંથકમાં તેમજ છોટાઉદેપુર જીલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો હતો બોડેલીના બજારોમાં શોક નું મોજું ફરી વરતા મોટા ભાગની દુકાનો બંધ રાખવામા આવી છે.

એક જ પરિવારની જો વાત કરીએ  તો આ પરિવારના ત્રણ ભાઈના સાત બાળકોના મોત થયા છે જેમાં એક ભાઈનાતો ત્રણેય દીકરાઓના મોત થયા છે. બીજા બે ભાઇઓના અને બે દીકરા અને બે દીકરીના મોત થયા છે. આ ત્રણ ભાઈઓના  પરિવારમાં પાંચ દીકરા હતા.જેમાથી પાંચેય દીકરાના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે

એક બાળકીને સારવાર અર્થે બોડેલી ખસેડવામાં આવી છે.જ્યાં તેની સારવાર ચલી રહી છે . ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોચી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી