મુંબઈ
હિન્દી સિનેમાની યાદગાર અભિનેત્રીઓમાં વૈજયંતી માલાની પણ ગણતરી કરવામાં આવે છે. તેઓ જબરદસ્ત ક્લાસિકલ ડાંસર હતા અને 50 અને 60 ના દાયકામાં તેમણે ફિલ્મોમાં ડાન્સથી અનેકોને તેમના દિવાના બનાવ્યા હતા.
તો આવો અહીં જણાએ વૈજયંતીમાલાના જન્મદિવસ પર તેમના વિધે 10 રસપ્રદ વાતો વિશે.
1. મલ્ટી ટેલેન્ટેડ વૈજયંતી માલાનો જન્મ 13 ઓગસ્ટ, 1936 ના રોજ મદ્રાસ (ચેન્નાઇ) માં એક તમિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ એમ.ડી. રમન અને માતાનું નામ વસુંધરા દેવી હતું. તેમની માતા 1940 ના દાયકામાં પ્રખ્યાત તામિલ અભિનેત્રી હતા.
2. વૈજયંતી માલાએ 13 વર્ષની વયે જ એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો હતો. તેમણે વર્ષ 1949 માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ ‘વડકઈ‘ થી અભિનય કરવાનું શરૂ કર્યું અને હિન્દી સિનેમામાં તેમણે 1951 માં આવેલી ફિલ્મ ‘બહાર‘ થી શરૂઆત કરી હતી.
3. વૈજયતી માલાની સફળ ફિલ્મોમાં ‘નવી દિલ્હી‘, ‘નયા દોર‘ અને ‘આશા‘ નો સમાવેશ થાય છે. 1964 ની ફિલ્મ ‘સંગમ‘ માં તેમનો રાધાનો બોલ્ડ અવતાર અને તેમના પર બનાવવામાં આવેલા આવેલ ગીત ‘મે ક્યાં કરું રામ મુજે બુઢ્ઢા મિલ ગયા‘ ખુબ જ લોકપ્રિય થયું હતું. ફિલ્મ ‘જ્વેલ થીફ‘ માં તેના પર ફિલ્માંકન કરવામાં આવેલું ગીત ‘હોઠો પર એસી બાત‘ હજુ પણ લોકોના હોઠ પર છે.
4. વૈજયંતી માલાએ 1957 ની ફિલ્મ ‘દેવદાસ‘માં ચંદ્રમુખીની ભૂમિકા ભજવી હતી, જેના માટે તેમને એ જ વર્ષમાં ફિલ્મફેયર સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પછી, તેમને 1959 માં ‘મધુમતી‘, 1962 માં ‘ગંગા જમુના‘ અને 1965 માં ‘સંગમ‘ માટે ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
5. વર્ષો સુધી દર્શકોના દિલમાં રાજ કરનાર એક પ્રખ્યાત એક્ટ્રેસની સાથે સાથે વૈજયંતી માલા એક મહાન ડાંસર પણ છે. તેઓ ભરતનાટ્યમની ડાંસર, કર્ણાટક શૈલીના એક ગાયિકા અને ડાંસર ટીચર પણ રહી ચુક્યા છે. દિલીપ કુમાર સાથેની તેમની જોડી ઘણી હિટ હતી. બંનેએ ફિલ્મ લીડર, મધુમતી, નયા દોર, ગંગા જમુના અને સંઘર્ષ જેવી સુપરહીટ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.
6. દરેક ફિલ્મ કલાકારની જેમ અફવાઓનો સિલશીલો તેમના જીવનનો પણ એક ભાગ છે. એવી ચર્ચા હતી કે, તેઓ તેમની ફિલ્મ કારકિર્દીમાં દિલીપકુમાર અને રાજ કપૂરની નજીક આવ્યા હતા. જ્યારે રાજ કપૂરની પત્નીએ તેના સંબંધ અંગે પ્રશ્ન કર્યા હતા.
7. ‘સંગમ‘ પછી વૈજયંતી માલા અને રાજ કપૂરની લોકપ્રિય જોડી તૂટી ગઈ હતી. તેઓ તેમના જીવનમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ પછી તેણે દેવ આનંદ સાથે 1967 ની હિટ ફિલ્મ ‘જ્વેલ થીફ‘ સાથે નવી શરૂઆત કરી. આ સમય દરમિયાન તેમના જીવનમાં ડો.ચમનલાલ બાલી આવ્યા હતા.
8. એકવાર વૈજયંતી માલાને ન્યુમોનિયા થઈ ગયો હતો, જેને ડો બાલી દ્વારા સારવાર આપવામાં આવી. બાલી તેમના ચાહકોમાંના એક હતા. વૈજયંતીના સારવાર કરતા કરતા બન્ને પ્રેમમાં પડ્યા હતા અને 10 માર્ચ 1968 ના રોજ તેઓ લગ્નના બંધમાં જોડાયા હતા. તેઓનો એક પુત્ર છે.
9. તેમનું જીવન અનેક સાઉથ અભિનેત્રીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત રહ્યું છે. તેમાંના એક છે હેમા માલિની. હેમા પોતે વૈજયંતી માલાની ખુબ જ મોટી ફેન્ડ છે. વૈજયંતી માલા એ અભિનેત્રી હતી જેમણે હિન્દી સિનેમામાં ડાન્સને એક ખાસ ઓળખ આપી હતી. તેઓ રાજ્ય સભામાં સાંસદ પણ રહ્યા હતા.
10. વૈજયંતી માલાએ તેમના જીવનની દરેક ભૂમિકા સારી રીતે ભજવી છે. ડાન્સિંગ સ્ટાર તરીકે ઓળખાતી આ પ્રસિદ્ધ અભિનેત્રી સુંદરતા અને ડાન્સ હજી લોકોના દિલમાં છે.