મુંબઇ,
બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને લગ્ન વિશે વારંવાર પ્રશ્નો પૂછવામાં આવે છે. આ મોસ્ટ એલિજબલ બેચલર માંથી એક સલમાનના નામ સાથે ઘણી હસીનાઓના નામ જોડાયેલા છે, પરંતુ લગ્ન સુધી કોઈ કોઈ રિલેશન પહોંચી શક્યા નથી. હવે કરણ જોહરે કહ્યું છે કે બીટાઉનના દબંગ ખાન આગામી વર્ષે કોના સાથે લગ્ન કરશે.
કરણ જોહર તાજેતરમાં નેહા ધૂપિયાના શોમાં મહેમાન બનીને પહોંચ્યા હતા. અહીં તેઓ સલમાન ખાનના લગ્ન વિશે વાત કરી. ફિલ્મમેકર કહ્યું કે, તેમને ખબર નથી કે સલમાન ખાન આખરે કઈ સ્ત્રી સાથે લગ્ન કરશે. જોકે, આગામી વર્ષ એટલે કે વર્ષ 2019 માં તે તેની ત્રણ બ્લોકબસ્ટર ફિલ્મો સાથે ચોક્કસ લગ્ન કરશે. તેમનો આ જવાબ સાંભળીને નેહા ધૂપિયા પણ તેની હાંસી રોકી શકી નહતી.
આપને જાણવી દઈએ કે આ વર્ષે રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘રેસ 3’ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ. આગામી વર્ષે ઇદ પર તેમની ફિલ્મ ‘ભારત’ રિલીઝ થશે, જેનીથી ફિલ્મ કાસ્ટ અને મેકર્સને ઘણી આશાઓ છે.
આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરીના કૈફ લીડ રોલમાં છે. સાથે જ દિશા પાટની પણ ફિલ્મનો ભાગ છે. માહિતી અનુસાર ‘ભારત’ નું શૂટિંગ ભારત સહિત દુનિયાના સાત દેશોમાં કરવામાં આવશે. જે આગામી વર્ષ સુધી જ સમાપ્ત થઇ શકશે.થશે