Not Set/ ગલી બોયનું પહેલા દિવસનું કલેક્શન કેટલું રહ્યું,વાંચો

મુંબઇ, જોયા અખ્તરના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ગલી બોયે પહેલા દિવસેજ બોકસ ઓફિસ પર 19.40 કરોડનું અને બીજા દિવસે 16 કરોડનું કલેકશન કરી બે રેકોર્ડ પોતાના નામે કરી દીધા છે.રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ગલી બોયને બોકસ ઓફિસ પર જબરદસ્ત રીસપોન્સ મળી રહયો છે. મૂવીમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને સિદ્રાંત ચતુર્વેદી મુખ્ય ભૂમિકા ભજવી રહયા છે. ગલી બોયદેશમાં  3,350 સ્ક્રીન્સ પર અને […]

Trending Entertainment
yyo 8 ગલી બોયનું પહેલા દિવસનું કલેક્શન કેટલું રહ્યું,વાંચો

મુંબઇ,

જોયા અખ્તરના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ગલી બોયે પહેલા દિવસેજ બોકસ ઓફિસ પર 19.40 કરોડનું અને બીજા દિવસે 16 કરોડનું કલેકશન કરી બે રેકોર્ડ પોતાના નામે કરી દીધા છે.રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ગલી બોયને બોકસ ઓફિસ પર જબરદસ્ત રીસપોન્સ મળી રહયો છે.

Image result for Gully Boy Box Office Collection

મૂવીમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને સિદ્રાંત ચતુર્વેદી મુખ્ય ભૂમિકા ભજવી રહયા છે. ગલી બોયદેશમાં  3,350 સ્ક્રીન્સ પર અને દુનિયામાં 4,101 સ્ક્રીન્સ પર રીલીઝ થઈ છે. મુવીને 14 ફ્રેબ્રુઆરી એટલે વેલન્ટાઇન ડે ના દિવસે રીલઝ કરવાનો સીધો ફાયદો થતો જોવા મળે છે. ગલી બોય ફરહાન અખ્તર, રિતેશ સિધવાની અને એકસલ એન્ટરટેઈનમેન્ટનું પ્રોડકશન છે.

Image result for Gully Boy Box Office Collection

મૂવીએ બોકસ ઓફિસ પર પહેલા દિવસેજ 19.40 કરોડનુ અને બીજા દિવસે 16 કરોડનું કલેકશન કરી બે રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. આની સાથે જ 2,019ની હમણાં સુધીની સોથી મોટી ઓપનિંગ મુવી બની ગઈ છે એટલું જ નહીં રણવીર સિંહના કેરીયરની બીજી સોથી મોટી ઓપનિંગ મુવી બની ગઈ છે. ગલી બોય પહેલાં પહેલા રોહિત શેટ્ટીના ડાયરેક્શન નીચે બનેલી પિકચર સિમ્બાએ પહલા દિવસેજ 22 કરોડ રૃપિયા કમાયા હતા.

Image result for Gully Boy Box Office Collection

મુવી એક સામાન્ય છોકરાની વાત છે જે રેપર બનવા માગે છે.મુવીમાં રણવીર સિંહ મુરાદના રોલમાં છે. મુરાદ સ્ટ્રીટ રૈપ દ્રારા કમાણી કરે છે.ફિલ્મમાં રણવીરની સાથે આલિયા ભટૃ પણ દમદાર રોલમાં જોવા મળે છે,આલિયાએ રણવીરના લવ ઈન્ટરેસ્ટની ભૂમિકા ભજવી છે.