Not Set/ 15 વર્ષ નાના રોહમન પહેલાં સુષ્મિતાને આટલાં અફેર થયા હતા…

મુંબઇ, પુર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન આજકાલ તેમની લવલાઈફ અને લગ્નને લઈને ચર્ચામાં છે. 19 નવેમ્બર, 1975ના રોજ હૈદરાબાદમાં જન્મેલા સુષ્મિતા તેનો 43મો જન્મદિવસ મનવા માટે તેમની દીકરીઓ સાથે દુબઇ ગયા છે. સુષ્મિતા મોડલ રોહમન શોલને ડેટ કરી રહી છે. તાજેતરમાં સોશિઅલ મીડિયા પરના એક પોસ્ટ દ્વારા તેણે રોહમન માટેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો. રોહમન શોલ પહેલા પણ […]

Trending Entertainment
qqp 1 15 વર્ષ નાના રોહમન પહેલાં સુષ્મિતાને આટલાં અફેર થયા હતા...

મુંબઇ,

પુર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન આજકાલ તેમની લવલાઈફ અને લગ્નને લઈને ચર્ચામાં છે. 19 નવેમ્બર, 1975ના રોજ હૈદરાબાદમાં જન્મેલા સુષ્મિતા તેનો 43મો જન્મદિવસ મનવા માટે તેમની દીકરીઓ સાથે દુબઇ ગયા છે. સુષ્મિતા મોડલ રોહમન શોલને ડેટ કરી રહી છે. તાજેતરમાં સોશિઅલ મીડિયા પરના એક પોસ્ટ દ્વારા તેણે રોહમન માટેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો. રોહમન શોલ પહેલા પણ સુષ્મિતા ઘણા લોકોને ડેટ કર્યા છે.

Related image

સુષ્મિતાનું નામ દિગ્દર્શક વિક્રમ ભટ્ટ સાથે પણ જોડાઇ ચુક્યું છે. બંને વચ્ચે અફેયર ફિલ્મ ‘દસ્તક’ ના શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતું. પરંતુ થોડા દિવસો પછી રિલેશનનો અંત આવી ગયો. એવું પણ કહેવાય છે કે સુષ્મિતાથી બેકઅપ થયા પછી, વિક્રમે આત્મહત્યા કરવાની કોશિશ પણ કરી હતી.

Related image

અભિનેતા રણદીપ હુડ્ડા સાથે સુષ્મિતા સેનનું અફેયર લગભગ ત્રણ વર્ષ સુધી ચાલ્યું હતું. આ બંનેની મુલાકાત ફિલ્મ ‘કર્મા ઓર હોલી’ ના સેટ પર થઇ હતી. જયારે રણદિપનું સુષ્મિતા સાથે અફેયર શરૂ થયું ત્યારે તેઓ બોલિવૂડમાં કરિયર માટે સ્ટ્રગલ કરી રહ્યા હતા.

Related image

સુષ્મિતા સેનનું નામ લાંબા સમય સુધી ઋત્વિક ભસીન સાથે જોડવામાં આવી રહ્યું છે. ઘણી વાર બંને પાર્ટી અને ઇવેન્ટમાં એકસાથે જોવા મળતા હતા. ચાર વર્ષ સુધી રિલેશનમાં રહ્યા પછી સુષ્મિતા સેન અને ઋત્વિક ભસીનનું બ્રેકઅપ થઇ ગયું. જોકે ક્રિકેટર ઝહીર ખાન અને અભિનેત્રી સાગરિકાના લગ્નમાં સુષ્મિતા સેન અને ઋત્વિક ભસીન એક સાથે જોવા મળ્યા હતા.

Related image

ત્યાર પછી સુષ્મિતા સેનું અફેયર સેલિબ્રિટી મેનેજર બંટી સજદેહ સાથે પણ રહ્યું. બંટી સજદેહનું નામ અન્ય ઘણી એક્ટ્રેસ સાથે પણ જોડાયું હતું. આજકાલ તેઓ સોનાક્ષી સિન્હા સાથે જોવા મળશે. વચ્ચે આ બંનેના લગ્નના ન્યુઝ પણ આવ્યા હતા.