Not Set/ જાણીતા કલાકાર નરેન્દ્ર ઝાનું હ્રદય બંધ થવાથી નિધન

મુંબઇ ફિલ્મ કલાકાર નરેન્દ્ર ઝાનું 55 વર્ષની ઉમરે કાર્ડિયાક અરેસ્ટ થવાને કારણે નિધન થયું હતું.નરેન્દ્ર ઝા ઘાયલ વન્સ અગેઇન, હૈદર,રઈસ,હમારી અધુરી કહાની, મોહે-જો-દડો, શોરગુલ અને ફૉર્સ-2 જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.નરેન્દ્ર ઝાએ ફિલ્મો સાથે સાથે ટીવી પર આવેલ પૌરાણિક સીરીયલમાં પણ કામ કરી ચૂકયા છે. નરેન્દ્ર ઝાનો જન્મ બિહારના મધુબનીમાં થયો હતો અને તેમણે 1992માં SRCCમાં એક્ટિંગમાં ડીપ્લોમાં માટે એડમિશન કરાવ્યું હતું અને તેમણે જવાહર નહેરુ […]

Entertainment
maya જાણીતા કલાકાર નરેન્દ્ર ઝાનું હ્રદય બંધ થવાથી નિધન

મુંબઇ

ફિલ્મ કલાકાર નરેન્દ્ર ઝાનું 55 વર્ષની ઉમરે કાર્ડિયાક અરેસ્ટ થવાને કારણે નિધન થયું હતું.નરેન્દ્ર ઝા ઘાયલ વન્સ અગેઇન, હૈદર,રઈસ,હમારી અધુરી કહાની, મોહે-જો-દડો, શોરગુલ અને ફૉર્સ-2 જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.નરેન્દ્ર ઝાએ ફિલ્મો સાથે સાથે ટીવી પર આવેલ પૌરાણિક સીરીયલમાં પણ કામ કરી ચૂકયા છે.

નરેન્દ્ર ઝાનો જન્મ બિહારના મધુબનીમાં થયો હતો અને તેમણે 1992માં SRCCમાં એક્ટિંગમાં ડીપ્લોમાં માટે એડમિશન કરાવ્યું હતું અને તેમણે જવાહર નહેરુ યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું હતું.ત્યાર બાદ તેઓ દિલ્હીથી મુંબઈ આવી ગયા હતા અને મુંબઈમાં જ તેમણે અહી મોડલિંગ માટે સારી એવી ઑફર્સ મળી રહી હતી. મોડલિંગની સાથે તેઓએ ઘણા એવા ટીવી શો પણ કરતા હતા.

તમને જણાવી દઈએ કે નરેન્દ્ર ઝાએ ૨૦ જેટલા ટીવી શોમાં કામ કર્યું હતું.

મહત્વનું છે કે તેઓ શ્યામ બેનેગલની ફિલ્મ ‘નેતાજી સુભાષચંદ્ર બોઝના મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ‘સંવિધાન’માં મોહમ્મદ અલી જિન્નાની ભૂમિકા પણ નિભાવી ચુક્યા છે.

નરેન્દ્ર ઝા વિશે વાત કરીએ તો તે ઘણા હસમુખા સ્વભાવના વ્યક્તિ હતા. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મારા પરિવારના લોકો ઈચ્છતા હતા કે હું આઇએએસ બનું કારણ કે બિહારના મોટાભાગના યુવાનો એવું જ ઈચ્છતા હોય છે હું પણ પહેલા એવું જ વિચારતો હતું પરંતુ મને વધારે એક્ટિંગ કરવું  ગમતું હતુ જેથી મેં મારું કરિયર એક્ટિંગ કરવામાં આગળ વધાર્યું.