Not Set/ આ IAS ઓફિસરની બે દિવસમાં બે વાર ટ્રાન્સફર કેમ કરવી પડી ?

ગાંધીનગર ગુજરાત સરકારે એક આઇએએસ ઓફિસરની બે દિવસમાં બે વાર ટ્રાન્સફર ઓર્ડર કરતાં સરકારી વર્તુળોમાં ચર્ચાનો દોર શરૂ થયો હતો.બનાસકાંઠા જીલ્લાના તત્કાલીન કલેક્ટર દિલીપ કુમાર રાણાની બદલી બે દિવસમાં બે વાર કરવામાં આવી છે.રવિવારે દિલીપ કુમાર રાણાની બદલી ગીર-સોમનાથના જીલ્લા કલેક્ટર તરીકે કરવામાં આવી હતી,જો કે અચાનક આ બદલી કેન્સલ કરીને સરકારે આઇએએસ રાણાને આદિવાસી […]

Gujarat
unnamed આ IAS ઓફિસરની બે દિવસમાં બે વાર ટ્રાન્સફર કેમ કરવી પડી ?

ગાંધીનગર

ગુજરાત સરકારે એક આઇએએસ ઓફિસરની બે દિવસમાં બે વાર ટ્રાન્સફર ઓર્ડર કરતાં સરકારી વર્તુળોમાં ચર્ચાનો દોર શરૂ થયો હતો.બનાસકાંઠા જીલ્લાના તત્કાલીન કલેક્ટર દિલીપ કુમાર રાણાની બદલી બે દિવસમાં બે વાર કરવામાં આવી છે.રવિવારે દિલીપ કુમાર રાણાની બદલી ગીર-સોમનાથના જીલ્લા કલેક્ટર તરીકે કરવામાં આવી હતી,જો કે અચાનક આ બદલી કેન્સલ કરીને સરકારે આઇએએસ રાણાને આદિવાસી વિકાસના કમિશનર તરીકે નિયુક્ત કર્યા હતા.  

દિલીપ રાણાએ બનાસકાંઠાના જીલ્લા કલેક્ટર તરીકે પુર સમયે 1,500 કરોડ રૂપિયાના રાહત કામો હાથમાં લીધા હતા.તાજેતરમાં પુર આવ્યું ત્યારે રાજ્ય સરકારે દિલીપ રાણાના વડપણ હેઠળ બનાસકાંઠામાં 33 લાખ પુરગ્રસ્ત લોકોને રાહત સામગ્રી પહોંચતી કરવાનું ભગીરથ કામ હાથમાં લીધું હતું.

દિલીપ રાણાની ગીર સોમનાથના કલેક્ટર તરીકે બદલી થતાં ઘણાંને આંચકો લાગ્યો હતો.જો કે સોમવારે રાજ્ય સરકારે રાણાને ટ્રાઇબલ ડેવલપમેન્ટના કમિશનર તરીકે નિયુક્ત કર્યા હતા.બે દિવસમાં જ બીજી વાર ટ્રાન્સફર થવા અંગે જ્યારે મીડીયાએ દિલીપ રાણાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે રાજ્ય સરકારના વહીવટી તંત્ર પાસે આવી રીતે બદલી કરવાના પાવર હોય છે.