Election/ જાણો ગુજરાતમાં ભાજપના કયા બે દિગ્ગજ નેતાઓ નહિ કરે મતદાન..?

જાણો ગુજરાત ભાજપના કયા બે દિગ્ગજ નેતાઓ નહિ કરે મતદાન..?

Gujarat Others Trending
punjab 37 જાણો ગુજરાતમાં ભાજપના કયા બે દિગ્ગજ નેતાઓ નહિ કરે મતદાન..?

ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7.00 વાગ્યા થી મતદાન શરુ ચુક્યું છે. મતદાતાઓ વહેલી સવારે જ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતાં. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 23 તારીખે મતગણતરી યોજાશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં 10.00 વાગ્યે મતદાન કરશે. સબ ઝોનલ ઓફિસ ખાતે  મતદાન કરશે. મતદાન કેન્દ્ર બહાર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કેન્દ્રના એન્ટ્રી ગેટ પર મેટલ ડિરેક્ટર મુકવામાં આવ્યું છે. બેગ સાથે લઈને આવનારાઓને તપાસાય છે.

માતૃભાષા / લોકશાહીના પર્વ ચૂંટણી વચ્ચે વિસરાઈ માતૃભાષા દિવસની ઉજવણી..?

સામાન્ય રીતે નેતાઓ દ્વારા મતદાન ની ટકાવારી વધારવા માટે જનતાને પ્રોત્સાહિત કરવામાં આવતી હોય છે. તેના માટે અગાઉથી જ ઘણી બધી જાહેરાતો કરવામાં આવતી હોય છે. તો સાથે મતદાનના દિવસે પોતે મતદાન કરીને એક ખાસ પોતાના મતદાન કરતા ફોટો વાઈરલ પણ કરતા હોય છે જેથી બીજા લોકોને પ્રોત્સાહન મળે. પરંતુ આ વર્ષે ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતાઓ મતદાન થી અળગા રહેશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લાલ કૃષ્ણ અડવાણીનો સમાવેશ થાય છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી મતદાન નહીં કરે. ઉલ્લેખનીય છે કે બંને હાલ દિલ્હીમાં છે.

Election / અહીં 75 વર્ષીય વૃદ્ધે લાકડીના ટેકે કર્યું મતદાન….

નોધનીય છે કે, રાજ્યમાં 6 મનપા માટે કુલ 575 બેઠકો માટે 2276 ઉમેદવારો મેદાનમાં છે.  ભાજપના 577 ઉમેદવાર, કોંગ્રેસના 566 ઉમેદવાર, NCPના 91,  AAPના 470 ઉમેદવાર અને અન્ય પક્ષના 353 ઉમેદવાર વચ્ચે રસાકસી છે. અપક્ષનાં 228 ઉમેદવાર મેદાનમાં છે.

11,121 મતદાન મથકો પર આજે મતદાન યોજાશે. જેમાં 2,225 સંવેદનશીલ બૂથ, 1188 બૂથ અતિ સંવેદનશીલ છે. આ ચૂંટણીમાં રાજ્યમાંથી કુલ 60,60435 પુરુષ મતદારો અને કુલ 54,06,538 સ્ત્રી મતદારો મતદાન કરશે. 63,209નો પોલીંગ સ્ટાફ કામગીરીમાં જોડાયો છે. 32,262 પોલીસકર્મી સુરક્ષા બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવ્યા છે.

Election /  આમ આદમી પાર્ટીએ કરી ફરિયાદ, EVMમાં આપનું બટન દબાતું જ નથી