બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) ની આગામી મરાઠી ફિલ્મ ‘વેડાત મરાઠે વીર દૌડલે સાત’ (Vedat Marathe Veer Daudale Saat) ના સેટ પર એક મોટો અકસ્માત થયો છે. અભિનેતા મહેશ માંજરેકરના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ પન્હાલામાં ચાલી રહ્યું હતું. ફિલ્મનો સેટ સજ્જા કોઠી વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે. જ્યાં નજીકની ટેકરી પરથી 19 વર્ષીય યુવક 100 ફૂટ નીચે પડ્યો હતો.
જાણો કેમ થયો આ અકસ્માત
ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના શનિવારે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુવકની હાલત સ્થિર છે. જણાવી દઈએ કે આ યુવકનું નામ નાગેશ ખોબર છે. જે ફિલ્મના શૂટિંગ માટે લાવવામાં આવેલા ઘોડાની સંભાળ રાખે છે. આ ઘોડાઓને શનિવારે લાવવામાં આવ્યા હતા.
રિપોર્ટ્સનું માનીએ તો, નાગેશને ફોન આવ્યો હતો અને તે ટેકરીના ખૂણા પર ઉભો રહીને વાત કરી રહ્યો હતો, નાગેશનો ફોન પૂરો થતાં જ તે પાછો ફર્યો, તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને 100 ફૂટ નીચે પડતા અકસ્માત સર્જાયો હતો.
ત્યાં હાજર લોકોએ જોયું તો તરત જ બે લોકો દોરડાની મદદથી નીચે ઉતર્યા અને નાગેશને ઉપર લાવ્યા. આ અકસ્માતમાં નાગેશને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. તે જ સમયે, આ ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ પણ સેટ પર પહોંચી ગઈ હતી. જો કે હજુ સુધી મહેશ માંજરેકર, ફિલ્મની ટીમ અને પોલીસ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘વેડાત મરાઠે વીર દૌડલે સાત’ ઘણા સમયથી ચાલી રહી છે. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર છત્રપતિ શિવાજી મહારાજનું પાત્ર ભજવી રહ્યો છે.
આ પણ વાંચો:નવાઝુદ્દીન સિદ્દીકી પર આરોપો વચ્ચે પૂર્વ પત્ની આલિયાની મુશ્કેલીઓ વધી, જાણો કોણે નોંધાવ્યો કેસ
આ પણ વાંચો:MC સ્ટેનને મળી મારવાની ધમકી, રેપર શોની વચ્ચેથી ભાગ્યો
આ પણ વાંચો: ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા સુપરસ્ટાર રામ ચરણ, ફિલ્મ નિર્માતાએ ફોટા શેર કરીને ટુકડે ટુકડે ગેંગ પર સાધ્યું નિશાન
આ પણ વાંચો:Happy Family : કન્ડિશન્સ એપ્લાયના કલાકાર અને નિર્માતાએ અમદાવાદ શહેરની મુલાકાત લીધી
આ પણ વાંચો:આખરે, કેમ આ ગાયકના દીવાના થયા પીએમ મોદી, આ રીતે કર્યા વખાણ: જુઓ વીડિયો