અયોધ્યા/ રામ મંદિર બનશે હવે આટલાં એકરમાં, પહેલા 70 એકરમાં બનવાનું હતું

રામ મંદિર બનશે હવે 107 એકરમાં, પહેલા 70 એકરમાં બનવાનું હતું મંદિર

India Trending
sardarnagar 19 રામ મંદિર બનશે હવે આટલાં એકરમાં, પહેલા 70 એકરમાં બનવાનું હતું

દેશમાં સૌ કોઈ આયોધ્યામાં બનનારા રામ મંદિરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે અને રામ મંદિર માટે મોટું દાન પણ એકત્ર કરવામાં આવ્યું છે. ત્યારે હવે રામલલ્લાનું મંદિર વધું ભવ્ય બનવા જઈ રહ્યું છે.

  • અયોધ્યામાં થશે નવા યુગનો પ્રારંભ
  • રામ મંદિરના નિર્માણનું કામ ચાલું છે.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ ચાલુ છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે કે હવે રામ મંદિર પરિસર 107 એકરના ક્ષેત્રમાં બનાવવામાં આવશે. પહેલા આ જગ્યા માત્ર 70 એકરની હતી. શ્રીરામ જન્મભૂમિ પરિસરની આસપાસ ટ્રસ્ટે 7285 સ્ક્વાયર ફીટ જમીન ખરીદી છે. જે પછીથી હવે રામ મંદિર પરિસરનું નિર્માણ 107 એકરમાં કરવામાં આવશે.

The Man Who Measured Land With His Feet Awaits Construction Of Ram Mandir  In Ayodhya He Designed

Pride / દેશમાં રહેવા માટે સૌથી શ્રેષ્ઠ શહેરોની યાદીમાં ગુજરાતના ત્રણ શહેરનો ટોપ ટેનમાં સમાવેશ

ઉલ્લેખનીય છે કે રામજન્મભૂમિ વિવાદ પર આવેલા નિર્ણય પછી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર 70 એકર જમીન મળી ગઈ હતી. જે પહેલા કેન્દ્ર સરકારને આધીન હતી. જોકે હવે ટ્રસ્ટ તરફથી આસપાસની બીજી કેટલીક જમીન ખરીદવામાં આવી છે. જેથી રામ મંદિર પરિસરને ભવ્ય અને વિશાળ રૂપમાં બનાવી શકાય.

  • પાંચ એકરના વિસ્તારમાં રામલલાનું મંદિર બનશે
  • તે સિવાય અન્ય ક્ષેત્રમાં અન્ય ઘણા મંદિર બનશે
  • મુસાફરો માટે સુવિધાનું પણ રખાશે ધ્યાન
  • મ્યુઝિયમ, લાઈબ્રેરી જેવા સ્થાનોનું પણ નિર્માણ કરાશે
  • મંદિર માટે લાંબા સમયથી પથ્થરોને કોતરવાનું કામ ચાલુ

Ram Mandir fundraisers collect Rs 1511 crore in less than a month | The  News Minute

ટ્રસ્ટ તરફથી આ વર્ષની શરૂઆતમાં મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાંથી ડોનેશન એકત્રિત કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, ડોનેશન અભિયાનમાં લગભગ 2100 કરોડ રૂપિયાનું ફન્ડ એકત્રિત થયું છે.ટ્રસ્ટ તરફથી રામ મંદિર નિધિ સમર્પણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જે કુલ 44 દિવસ સુધી ચાલ્યુ હતું. આ અંતર્ગત અલગ-અલગ જગ્યાઓથી ફન્ડ એકત્રિત કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, લગભગ 10 લાખ ટોળાઓમાં 40 લાખ કાર્યકર્તાઓએ દેશવ્યાપી અભિયાન ચલાવ્યું, જેમાં 2100 કરોડ રૂપિયાનો ફાળો એકત્રિત થયો છે.

Justice for Aayesha / આયેશાના પિતાએ દીકરીનું ઘર બચાવવા દીકરાના ઘર માટે ભેગા કરેલા નાણાં પણ આરીફને ધરાવ્યા હતા