માંગ/ પંજાબમાં નવજોત સિદ્વુએ મુખ્યમંત્રીના ઉમેદવારની જાહેરાત કરવાની કરી માંગ,પાર્ટીની ચિંતામાં વધારો

હવે નવજોત સિંહ સિદ્ધુએ માંગ કરી છે કે પાર્ટીએ પંજાબ ચૂંટણી પહેલા રાજ્યમાં સીએમ ચહેરાની જાહેરાત કરવી જોઈએ.

Top Stories India
sindhu 1 પંજાબમાં નવજોત સિદ્વુએ મુખ્યમંત્રીના ઉમેદવારની જાહેરાત કરવાની કરી માંગ,પાર્ટીની ચિંતામાં વધારો

પંજાબ કોંગ્રેસમાં હાઈકમાન્ડ ભલે ‘ઓલ ઈઝ વેલ’ કરવાનો પ્રયાસ કરી રહ્યું હોય, પરંતુ એવું થતું દેખાતું નથી. હવે નવજોત સિંહ સિદ્ધુએ માંગ કરી છે કે પાર્ટીએ પંજાબ ચૂંટણી પહેલા રાજ્યમાં સીએમ ચહેરાની જાહેરાત કરવી જોઈએ. આટલું જ નહીં, નવજોત સિંહ સિદ્ધુને ટોણો મારતા કહ્યું કે બિના દુલ્હે કે બારાત કેવી.. સિદ્ધુએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ 2017માં સીએમ ચહેરાની જાહેરાત કરી ન હતી અને તેનું નુકસાન તેને સહન કરવું પડ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે આ વખતે અમારી સ્થિતિ પણ આમ આદમી પાર્ટી જેવી જ હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે તેમની આ માંગ પાર્ટીની ચિંતામાં વધારો કરશે.

 નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું, ‘કોંગ્રેસે સીએમ ચહેરાની જાહેરાત કરવી જોઈએ. પંજાબના લોકો જાણવા માંગે છે કે કોણ નેતૃત્વ કરશે. પંજાબના લોકો જાણવા માંગે છે કે રાજ્યમાં કોનો રોડમેપ કામ કરશે. સિદ્ધુએ કહ્યું કે 2017માં આમ આદમી પાર્ટીએ સીએમ ચહેરાની જાહેરાત કરી ન હતી અને તેને નુકસાન થયું હતું. આ વખતે પણ કોંગ્રેસે સીએમ ચહેરાની જાહેરાત કરવી જોઈએ. હવે આ વખતે લોકો અમને પણ પૂછશે કે આખરે તો કહો કે તમારો સુકાની કોણ  છે. માત્ર બે બાબતો મહત્વની છે કે કાં તો ચહેરો હોવો જોઈએ અથવા કોઈ મુદ્દો હોવો જોઈએ.

સિદ્ધુએ કહ્યું, ‘છેલ્લી વખતે AAPએ સીએમનો ચહેરો નક્કી કર્યો ન હતો અને તેને નુકસાન થયું હતું.’ ગત વખતે હું આમ આદમી પાર્ટીને ટોણો મારતો હતો કે તમારો વર ક્યાં છે. આ વખતે લોકો અમને આ જ પ્રશ્ન પૂછી શકે છે. જો કે સિદ્ધુએ એમ પણ કહ્યું કે ચૂંટણીમાં બે બાબતો મહત્વની હોય છે, મુદ્દો કે નેતાનો ચહેરો. કોંગ્રેસ હાઈકમાન્ડે નક્કી કરવાનું છે કે તે મુદ્દા સાથે ચાલે છે કે ચહેરા સાથે. આ ઉપરાંત તેણે પોલીસ વિશેના પોતાના વિવાદાસ્પદ નિવેદન વિશે પણ કહ્યું કે જો કોઈને મારી વાત ખોટી પડી હોય તો હું માફી માંગુ છું.