ગુજરાત/ બગોદરા રોડ પર અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રત્યેકને રૂ. 4 લાખની સહાય અપાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરણેજ બગોદરા ધોરીમાર્ગ પર બુધવાર વ્હેલી સવારે તૂફાન જીપકાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૩ વ્યક્તિઓને પ્રત્યેકને રૂ. ૪ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે

Gujarat
Untitled 85 બગોદરા રોડ પર અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રત્યેકને રૂ. 4 લાખની સહાય અપાશે

બગોદરા-વટામણ હાઇવે પર આવેલા અરણેજ ગામ પાસે વહેલી સવારે રસ્તા પર બંધ ઉભેલા ટ્રક પાછળ તૂફાન જીપ ધડાકા સાથે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રાજકોટની સ્કૂલના બે વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા .  જયારે અકસ્માતમાં ત્રણ શિક્ષક સહિત દસ ઘવાતા તમામને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વટામણ નજીક આવેલા અરણેજ ખાતે હાઇ-વે ટ્રક ઉભો હતો વટામણ તરફથી પુર ઝડપે આવતી તૂફાનના ચાલકના ઝાકળના કારણે ટ્રક ન દેખાતા ટ્રક પાછળ તૂફાન જીપ અથડાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરણેજ બગોદરા ધોરીમાર્ગ પર બુધવાર વ્હેલી સવારે તૂફાન જીપકાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૩ વ્યક્તિઓને પ્રત્યેકને રૂ. ૪ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.ભૂપેન્દ્ર પટેલે આ માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા વ્યક્તિઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં મૃતકોના આત્માની શાંતિની પ્રાર્થના પણ કરી છે.