લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી. અને આ પર્વની ઉજવણી માત્ર મતદાન થકી જ થઇ શકે. પરંતુ આજકાલની પેઢીના મોટાભાગના લોકો મતદાન માટે જોઈએ એટલા જાગૃત નથી જણાઈ રહ્યા. પરંતુ જૂની પેઢીના લોકો આજે પણ મતદાન અને પોતાના મતાધિકાર માટે જાગૃત છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ એટલે રાજકોટના ૭૫ વર્ષીય વયોવૃદ્ધ કે જે પોતાના મતાધિકાર માટે વહેલી સવારે લાકડીના ટેકે મતદાન મથકે પહોચ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના એક વોર્ડમાં એક વડીલ કે જે લાકડી ના સહારે ચાલે છે. તેઓ વહેલીસવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોચી ગયા હતા. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લાકડીના સહારે ચાલીને મતદાન કર્યું હતું.
અમદાવાદમાં પણ નારણપુરા મતદાન કેન્દ્રએ વૃદ્ધ મતદાર પહોંચ્યા હતા. 85 વર્ષના અરવિંદ જોશીએ મતદાન કર્યું હતું. ચાલી શકતા ન હોવા છતાં મતદાન કર્યું હતું. યુવાનોને મતદાન કરવા અપીલ કરી છે.
Election / આમ આદમી પાર્ટીએ કરી ફરિયાદ, EVMમાં આપનું બટન દબાતું જ નથી
નોધનીય છે કે, ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7.00 વાગ્યા થી મતદાન શરુ ચુક્યું છે. મતદાતાઓ વહેલી સવારે જ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતાં. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 23 તારીખે મતગણતરી યોજાશે.
નોધનીય છે કે, રાજ્યમાં 6 મનપા માટે કુલ 575 બેઠકો માટે 2276 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપના 577 ઉમેદવાર, કોંગ્રેસના 566 ઉમેદવાર, NCPના 91, AAPના 470 ઉમેદવાર અને અન્ય પક્ષના 353 ઉમેદવાર વચ્ચે રસાકસી છે. અપક્ષનાં 228 ઉમેદવાર મેદાનમાં છે.
Election / અહીં ખોટકાયું EVM, મતદાન 25 મિનિટ મોડુ શરૂ થયુ
11,121 મતદાન મથકો પર આજે મતદાન યોજાશે. જેમાં 2,225 સંવેદનશીલ બૂથ, 1188 બૂથ અતિ સંવેદનશીલ છે. આ ચૂંટણીમાં રાજ્યમાંથી કુલ 60,60435 પુરુષ મતદારો અને કુલ 54,06,538 સ્ત્રી મતદારો મતદાન કરશે. 63,209નો પોલીંગ સ્ટાફ કામગીરીમાં જોડાયો છે. 32,262 પોલીસકર્મી સુરક્ષા બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવ્યા છે.
